વિધાનસભામાં સૌથી વધુ વખત ચૂંટાયેલા ત્રણ એનસીપી અને ભાજપના એક વિધાનસભ્ય કોણ? જુઓ, યાદી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વિધાનસભામાં સૌથી વધુ વખત ચૂંટાયેલા વિધાનસભ્યો કોણ છે? આ અંગે વિધાનસભામાં આયોજિત શપથગ્રહણ સમારોહ પછી મહત્વની માહિતી સામે આવી છે.
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પછી ઘણા રેકોર્ડ્સ સ્થાપિત થતા જોવા મળ્યા હતા. ઘણી બધી વસ્તુઓ ઐતિહાસિક થઈ હતી. જેમાં અનેક નેતાઓએ નવા રેકોર્ડ બનાવ્યા. નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર, દિલીપ વળસે- પાટીલ, જયંત પાટીલ અને કાલિદાસ કોલંબકર એવા વિધાનસભ્યો છે જેઓ વર્તમાન વિધાનસભામાં સૌથી વધુ વખત એટલે કે આઠ વખત ચૂંટાઈ આવ્યા છે.
આ પણ વાંચો: શું વિધાનસભાને વિપક્ષનો નેતા મળશે? અધ્યક્ષ રાહુલ નાર્વેકરે સકારાત્મક વલણ દાખવ્યું
ભાજપના ગિરીશ મહાજન, મંગલપ્રભાત લોઢા, રાધાકૃષ્ણ વિખે-પાટીલ, સુધીર મુનગંટીવાર, પ્રકાશ ભરસાકળે, એનસીપીના છગન ભુજબળ, દિલીપ સોપલ અને વિજયકુમાર ગાવિત સાત-સાત વખત વિધાનસભ્યોની યાદીમાં આવ્યા છે.
ભાજપના દેવેન્દ્ર ફડણવીસ, ગણેશ નાઈક, ચૈનસુખ સંચેતી, શિવસેના (યુબીટી)ના ભાસ્કર જાધવ, શિવાજી કર્ડિલે, એનસીપીના હસન મુશ્રીફને આ વિધાનસભા ચૂંટણી બાદ છ વખત વિધાનસભ્ય બનવાનું સન્માન મળ્યું છે. વિધાનસભામાં જોરદાર હાર બાદ મહાવિકાસ આઘાડીના નેતાઓએ તમામ દોષ ઈવીએમ પર ઢોળ્યા છે. ઈવીએમ સામે ભારે નારાજગી વ્યક્ત કરીને વિરોધ શરૂ કરાયો છે. બેલેટ પેપર પર મતદાન કરવાની પણ ઉગ્ર માંગણી કરવામાં આવી છે. આ સિવાય વિપક્ષે ઈવીએમ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરવાની તૈયારી કરી લીધી છે.