આજે રાતના લોકલ ટ્રેન સહિત લાંબા અંતરની ટ્રેનસેવાના ધાંધિયા રહેશે, જાણો બ્લોકની વિગતો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ સબર્બન રેલવેમાં રોજ લોકલ ટ્રેનો મોડી દોડવાને કારણે નોકરિયાત વર્ગ ટ્રેનના લેટમાર્કથી પરેશાન રહે છે, તેમાંય વળી તહેવારોના દિવસોમાં લોકલ ટ્રેનો અચાનક રદ કરવાની સાથે મોડી દોડતી હોવા છતાં કોઈ જાહેરાત કરતા નથી, તેથી છેલ્લા કેટલાક દિવસોથી મધ્ય અને પશ્ચિમ રેલવેની લોકલ ટ્રેનો નિરંતર મોડી દોડતી રહે છે, ત્યારે આજે મધ્ય રેલવેના ડોંબિવલી સ્ટેશન ખાતે મહત્ત્વના કામકાજને કારણે નાઈટના વિશેષ બ્લોક લેવામાં આવશે, પરિણામે લોકલ ટ્રેનસેવા પર ગંભીર અસર પડી શકે છે.
ડોંબિવલી સ્ટેશને 12 મીટરના એફઓબીના કામકાજ માટે મધ્ય રેલવેમાં અપ એન્ડ ડાઉન લાઈનમાં પાંચમી-છઠ્ઠી લાઈનમાં વિશેષ બ્લોક લેવામાં આવશે. આ બ્લોક આજે રાતના 12.20 વાગ્યાથી 3.20 વાગ્યા સુધી ત્રણ કલાક અપ એન્ડ ડાઉન અને 1.20 વાગ્યાથી રાતના 3.20 વાગ્યા સુધી બ્લોક રહેશે.
બ્લોકને કારણે ટ્રેન 11041, 22865 અને 22538 દિવા-કલ્યાણ ડાઉન લાઈનમાં દોડાવાશે, જ્યારે અપ દિશાની ટ્રેન 11020 અને 18519 કલ્યાણ પનવેલ ટ્રેન કલ્યાણના પ્રવાસીઓ માટે પનવેલ અને થાણે સ્ટેશને પણ હોલ્ટ આપવામાં આવશે.
22104 કલ્યાણ ખાતે આ ટ્રેન 25 મિનિટ રોકવામાં આવશે, જ્યારે 12102 કલ્યાણમાં 20 મિનિટ રોકવામાં આવશે. ગાંડી નંબર 18030 ખડવલી ખાતે 10 મિનિટ રોકવાની સાથે અન્ય ટ્રેનસેવા પર અસર પડશે. રેલવેના મહત્ત્વના કામકાજ માટે આ બ્લોક લેવાનું જરુરી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
મધ્ય રેલવેમાં વિના કારણ લોકલ ટ્રેનો મોડી દોડતી હોય છે, પરંતુ એના અંગે પ્રશાસન કોઈ જાહેરાત કરતું નથી. રોજ મોર્નિંગ સિવાય નોન-પીક અવર્સમાં પણ લોકલ ટ્રેનો અડધો કલાક મોડી દોડે છે, પરંતુ રેલવેને એની જરાય પરવાહ નથી, જેમાં સૌથી વધુ હાલાકી સિનિયર સિટિઝન અને મહિલાઓને પડે છે. બ્લોક વિના પણ લોકલ ટ્રેનો મોડી દોડે છે એના અંગે રેલવેએ કંઈ નક્કર કામગીરી કરવી જોઈએ, એમ ડોંબિવલીના પ્રવાસીએ જણાવ્યું હતું.
આપણ વાંચો: બીએમસીની ચૂંટણી પહેલા મુંબઈમાં કેમ લાગ્યા છે યોગી આદિત્યનાથના પોસ્ટર