આમચી મુંબઈ

London to Thane કારમાં પ્રવાસ કર્યો મૂળ ભારતીયએઃ 59 દિવસમાં મુસાફરી

મુંબઈઃ મૂળ ભારતીય વંશના બ્રિટિશ નાગરિક વિરાજ મુંગલેએ જનેતાને મળવા અનન્ય સાહસ કર્યું છે. મહારાષ્ટ્ર્ના થાણા શહેરમાં માતાને મળવા ભાઈસાહેબે કારમાં (એસયુવી) લંડનથી થાણે (London to Thane) સુધીની અભૂતપૂર્વ મુસાફરી કરી છે. વિરાજના કહેવા અનુસાર 16 દેશનો પ્રવાસ કરી તેણે આ મુસાફરી 59 દિવસમાં પૂરી કરી હતી.

18300 કિલોમીટરનું અંતર કાપી યુકે, ફ્રાન્સ, જર્મની, બેલ્જિયમ, પોલેન્ડ, લિથુઆનિયા, લેટવિયા, એસ્ટોનિયા, રશિયા, ઉઝબેકિસ્તાન, કિર્ગિઝ્સ્તાન, ચીન. તિબેટ, નેપાળ થઈ ભારત પહોંચવામાં સફળતા મળી હતી. આ લાંબી મુસાફરી દરમિયાન તેનો નેપાળી મિત્ર રોશન શ્રેષ્ઠા નેપાળના કાઠમંડુ શહેર સુધી તેની સાથે હતો.

આ પણ વાંચો : Sim Cardને લઈને આવી ચોંકાવનારી માહિતી, 1st Julyથી નહીં કરી શકો આ કામ…

ઐતિહાસિક સિલ્ક રૂટ પર પ્રવાસ કરવાની અદમ્ય ઈચ્છા અને આવી મુસાફરી અગાઉ કરનારા લોકો પાસેથી સાંભળેલી વાતોને કારણે વિરાજને આ મુસાફરી કરવાની પ્રેરણા મળી હતી. નોકરીમાંથી બે મહિનાની રજા લઈ વ્યવસ્થિત આયોજન કરી, જરૂરી પરવાનગી મેળવી તેમજ દરેક દેશનું કાનૂની પ્રમાણપત્ર મેળવી આ પ્રવાસ ખેડવાની કોશિશ કરવામાં આવી હતી.

17 જૂને થાણા પહોંચ્યા પછી પત્રકારો સાથેની વાતચીતમાં વિરાજે જણાવ્યું હતું કે હું દરરોજ 400 – 600 કિલોમીટર વાહન ચલાવતો હતો. ક્યારેક 1000 કિલોમીટર પણ ખેંચી કાઢતો હતો. અલબત્ત રાત્રે મુસાફરી કરવાનું મેં ટાળ્યું હતું.’ યુકે વિમાન માર્ગે પાછો ફરશે એવી સ્પષ્ટતા કરી બ્રિટિશ નાગરિકે જણાવ્યું હતું કે તેની એસયુવી જહાજ માર્ગે મોકલી દેવામાં આવશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…