Loksabha Election 2024 : ઉદ્ધવ ઠાકરેને મોટો આંચકો, આ નેતા જોડાયા એકનાથ શિંદેની શિવસેનામાં

મહારાષ્ટ્રમાં(Maharashtra) લોકસભા ચૂંટણી પૂર્વે ઉદ્ધવ ઠાકરેને(Uddhav Thackeray ) મોટો ઝટકો લાગ્યો છે. શિવસેના (UBT) નાસિક જિલ્લા પ્રમુખ વિજય કરંજકર(Vijay Karanjkar) એકનાથ શિંદેની શિવસેનામાં જોડાયા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેની હાજરીમાં નાસિક જિલ્લા પ્રમુખ વિજય કરંજકર શિવસેનામાં જોડાયા હતા.
જેમાં અહેવાલો અનુસાર, વિજય કરંજકરને ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી પાર્ટી દ્વારા ટિકિટ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો, ત્યારબાદ જ તેઓ શિંદે સેનાના જૂથમાં જોડાયા હતા. વિજય કરંજકર લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના એક દિવસ પહેલા શિવસેના (શિંદે જૂથ)માં જોડાયા છે.
શિંદે સેનાએ ફરીથી નાસિકથી વર્તમાન સાંસદ હેમંત ગોડસેને ઉમેદવાર બનાવ્યા છે. ઉમેદવારી પત્ર પરત ખેંચવાની છેલ્લી તારીખ 6મે છે. નાસિકમાં લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં 20 મેના રોજ મતદાન થશે. આ દરમિયાન ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ થવાનું છે. મહારાષ્ટ્રમાં 7 મેના રોજ જે સીટો પર મતદાન થશે તેમાં બારામતી, રાયગઢ, ઉસ્માનાબાદ, લાતુર, સોલાપુર, માધા, સાંગલી, સતારા, રત્નાગીરી-સિંધુદુર્ગ, કોલ્હાપુર અને હટકનાંગલેનો સમાવેશ થાય છે.