આમચી મુંબઈવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

લોકસભા ચૂંટણીઃ વોટિંગ કાર્ડ નહીં હોય તો પણ મતદાન કરી શકશે, કઈ રીતે જાણો…

મુંબઈ: શું તમે જાણો છો કે આગામી લોકસભાની ચૂંટણીમાં તમારી પાસે વોટિંગ કાર્ડ નહીં હોય તો પણ તમે વોટિંગ કરી શકો છો. નથી ખબર, તો જાણી લો. લોકસભા ચૂંટણી, ૨૦૨૪નો કાર્યક્રમ જાહેર થઇ ગયો છે. રાજ્યમાં પાંચ તબક્કામાં લોકસભા ચૂંટણી સંપન્ન થશે. પહેલા તબક્કામાં ૧૯મી એપ્રિલે, બીજા તબક્કામાં ૨૬મી એપ્રિલે, ત્રીજામાં ૭મી મેએ, ચોથામાં ૧૩મી મેએ અને ૨૦મી મેએ પાંચમા તબક્કામાં લોકો મતદાન કરી શકશે.

આ માટે ભારત ચૂંટણી પંચે મતદાતા વોટિંગ કાર્ડ ઉપરાંત ૧૨ સ્વરૂપમાં સ્વીકૃતિ આપી છે. આનો અર્થ એ થયો કે મતદાતા પાસે વોટિંગ કાર્ડ નહીં હોય તો પણ તે અન્ય સ્વીકૃત કરવામાં આવેલાં ઓળખપત્રને આધારે વોટિંગ કરી શકશે, એવું મુખ્ય ચૂંટણી પદાધિકારીએ આપી હતી.


લોકસભાની ચૂંટણી માટે ભારત ચૂંટણી પંચના આદેશ અનુસાર જે મતદાતાઓ પાસે ફોટો ધરાવતું મતદાર ઓળખકાર્ડ છે તેણે મતદાનકેન્દ્ર પર ઓળખના હેતુથી એ દેખાડવું પડશે અને જે મતદાર મતદાતા પાસે ફોટો ધરાવતું મતદાતા ઓળખપત્ર નહીં દેખાડી શકે, તેની ઓળખ માટે ૧૨ દસ્તાવેજોને મંજૂરી આપવામાં આવી છે.


ભારત ચૂંટણી પંચ દ્વારા સ્વીકૃત કરવામાં આવેલાં અન્ય ઓળખપત્રોમાં પાસપોર્ટ, ડ્રાઈવિંગ લાઈસન્સ, કેન્દ્ર અને રાજ્ય સરકારો તેમ જ સાર્વજનિક ક્ષેત્રના ઉપક્રમો, પબ્લિક લિમિટેડ કંપનીઓ દ્વારા પોતાના કર્મચારીઓને આપવામાં આવેલાં આઈડી કાર્ડ, મતદાનના સમયે મતદાતાઓને આપવામાં આવેલા ચૂંટણી આઈડી કાર્ડનો સમાવેશ થાય છે.


આ ઉપરાંત, બેંક કે પછી પોસ્ટ વિભાગની ફોટો ધરાવતી પાસબુક, પેનકાર્ડ, રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર હેઠળ ભારતના રજિસ્ટ્રાર જનરલ અને વસતિગણતરી કમિશનર દ્વારા આપવામાં આવેલાં સ્માર્ટ કાર્ડ, મનરેગા હેઠળ આપવામાં આવેલા રોજગાર ઓળખપત્ર, પેન્શન દસ્તાવેજ, દિવ્યાંગ વ્યક્તિઓને આપવામાં આવેલા ખાસ ઓળખપત્ર, શ્રમ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલાં સ્વાસ્થ્ય વીમા સ્માર્ટ કાર્ડનો સમાવેશ થાય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button