લોકસભા ચૂંટણીઃ મહારાષ્ટ્રમાં આજે શિંદે જૂથ પહેલી યાદી જાહેર કરી શકે
મુંબઈ: મહારાષ્ટ્રમાં 2024 લોકસભા ચૂંટણી (Loksabha Election 2024)માં મહાયુતિ (ભારતીય જનતા પાર્ટી, શિવસેના શિંદે જૂથ, એનસીપી અજિત પવાર જૂથ) સાથે મળીને લોકસભા ચૂંટણીમાં ઉતારવામાં આવશે. મહાયુતિ વચ્ચે બેઠકોની વહેંચણીને લઈને આજે પણ સસ્પેન્સ યથાવત રહ્યું છે. જોકે શિવસેના શિંદે જૂથ ઉમેદવારોના નામની પહેરલી યાદી જાહેર કરી શકે છે, એવી માહિતી સૂત્રોએ આપી હતી.
મહાયુતિ વચ્ચે હજુ સુધી બેઠકોની વહેંચણી થઈ નથી, પણ ભાજપ દ્વારા તેમના 20 ઉમેદવારની યાદી જાહેર કરવામાં આવી હતી અને મુંબઈની એક સીટ પરથી પણ શિંદે જૂથે તેમના ઉમેદવારની જાહેરાત કરી હતી અને હવે શિંદે જૂથ મહારાષ્ટ્રની મહત્ત્વની ૧૦ બેઠક પર ઉમેદવારની યાદી જાહેર કરી શકે છે.
2019ની લોકસભાની ચૂંટણીમાં શિવસેનાએ 23 બેઠક પર ચૂંટણી લડી હતી, જેથી 2024માં શિંદે જૂથને 13 સીટ મળે એવી માહિતી સૂત્રોએ આપી હતી. 2019માં શિવસેના-ભાજપની યુતિ થઈ હતી, જેમાં શિવસેનાએ 23માંથી 18 સીટ પર જીત મેળવી હતી અને ભાજપે 48માંથી કુલ 41 બેઠક પર વિજય મેળવ્યો હતો.
ભાજપ દ્વારા મહારાષ્ટ્રની લોકસભા ચૂંટણી માટે તેમના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી હતી પણ મહાયુતિની બીજી બે પાર્ટી (એકનાથ શિંદે જૂથ અને અજિત પવાર જૂથ) દ્વારા ઉમેદવારોને લઈને કોઈપણ જાહેરાત ન કરવામાં આવતા દરેકની નજર આ યાદી પર છે.
2019ની વાત કરીએ તો દક્ષિણ મુંબઈ લોકસભા બેઠકના ઉમેદવાર પૈકી અરવિંદ સાવંત, દક્ષિણ મધ્ય મુંબઈ લોકસભા બેઠક: રાહુલ શેવાળે, મુંબઈ ઉત્તર પશ્ચિમ લોકસભા બેઠક: ગજાનન કીર્તિકર, કલ્યાણ લોકસભા બેઠક: શ્રીકાંત શિંદે, થાણે લોકસભા બેઠક: રાજન વિચારે આ ઉમેદવારોએ મુંબઈ અને તેના ઉપનગરની સીટ પરથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા, જેથી આ ચૂંટણીમાં પણ તેમને જ ટિકિટ મળવાની શક્યતા છે, એવી માહિતી સૂત્રોએ આપી હતી.