લોકસભાની ચૂંટણી વચ્ચે ફડણવીસે CM પદ અંગે આપ્યું નિવેદન, ભાજપ મોટો ભાઈ છે તો…

મુંબઈઃ મહારાષ્ટ્રમાં પાંચમા તબક્કાની ચૂંટણી 20મી મેના યોજવામાં આવશે. આ દિવસે મુંબઈની છ બેઠક સહિત કુલ 13 બેઠક પર મતદાન યોજવામાં આવશે. રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને મહત્તમ સીટ જીતવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું છે. લોકસભાની ચૂંટણી વચ્ચે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સીએમ પદને લઈ મોટું નિવેદન આપ્યું છે.
એક ઈન્ટરવ્યૂમાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે વિધાનસભામાં 115 બેઠકની સાથે ભારતીય જનતા પાર્ટી સૌથી મોટી પાર્ટી છે. જો અમે શિવસેના (એકનાથ શિંદે) અને એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)ના સમર્થન સાથે વાત કરીએ તો પણ આગળ છીએ.
અમે અમારા સહયોગીઓથી વધુ સીટ પર ચૂંટણી લડીશું. પણ એનો અર્થ એ નથી કે ભારતીય જનતા પાર્ટી ચીફ મિનિસ્ટર (સીએમ) પદનો દાવો કરશે. સીએમ કોણ બની શકે છે એનો નિર્ણય સંસદીય બોર્ડના અમારા સહયોગીઓ સાથે ચર્ચા-વિચારણા કરવામાં આવશે.
મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપને મોટા ભાઈની ભૂમિકામાં જોવામાં આવે છે. ભાજપ રાજ્યમાં શિવસેના અને એનસીપીની તુલનામાં સૌથી વધુ બેઠક ચૂંટણી લડે છે. મહાયુતિના ગઠબંધનમાં સીટનું વિભાજન પહેલા થઈ ચૂક્યું હતું. એના અનુસાર ભાજપ 28 બેઠક, શિવસેના પંદર, જ્યારે એનસીપી ચાર બેઠક તેમ જ રાષ્ટ્રીય સમાજપક્ષ એક બેઠક પર ચૂંટણી લડે છે.
ગઠબંધનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની છબિ અને રાજ્ય સરકારના કામકાજને ધ્યાનમાં રાખીને 45 બેઠક જીતવાનો લક્ષ્યાંક છે. 28 સીટ પર જ્યાં ભાજપ પોતાની તાકાત લગાવી છે, તેમાં મુંબઈ-નાગપુર સહિત ચંદ્રપુર, ભંડારા-ગોંદિયા, ગઢચિરોલી-ચિમુર, અકોલા, અમરાવતી, વર્ધા, નાંદેડ, લાતુર, સોલાપુર, માઢા, સતારા, રત્નાગિરિ-સિંધુદુર્ગ, નંદુરબાર, જળગાંવ, રાવેર, જાલના, પુણે, સાંગલી, અહમદનગર, બીડ, ધુળે, ડિંડોરી, પાલઘર અને ભિવંડીનો સમાવેશ થાય છે.
2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ પચ્ચીસ બેઠક પર ચૂંટણી લડ્યું હતું, જે 23 બેઠક વિજય થયો હતો, જ્યારે શિવસેનાએ 22માંથી અઢાર જીત્યું હતું. બંને પક્ષે સાથે મળીને 48 સીટમાંથી 41 સીટ જીત્યું હતું. બીજી બાજુ એનસીપી ચાર, કોંગ્રેસ, એમઆઈએમ અને એક અપક્ષના ઉમેદવારે એક-એક બેઠક પર વિજય મેળવ્યો હતો.