ફ્રોડના કેસમાં લોઢા ડેવલપર્સના ભૂતપૂર્વ ડિરેક્ટરની ધરપકડ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

ફ્રોડના કેસમાં લોઢા ડેવલપર્સના ભૂતપૂર્વ ડિરેક્ટરની ધરપકડ

મુંબઈ: જાણીતી રિયલ એસ્ટેટ કંપની લોઢા ડેવલપર્સના ભૂતપૂર્વ ડિરેક્ટરની ફ્રોડમાં કથિત સંડોવણી પ્રકરણે ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આરોપી રાજેન્દ્ર લોઢાને બુધવારે વરલી સ્થિત તેના નિવાસસ્થાનેથી તાબામાં લેવાયો હતો. પ્રાથમિક પૂછપરછ પછી ક્રાઈમ બ્રાન્ચની પ્રોપર્ટી સેલે તેની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો : કલ્યાણમાં સંરક્ષક દીવાલ તૂટી પડતાં બાળકનું મોત: સ્કૂલના ડિરેક્ટરની ધરપકડ

તપાસ દરમિયાન ફ્રોડમાં રાજેન્દ્ર લોઢાની સંડોવણી સામે આવી હતી, જેને પગલે તેની ધરપકડ કરવામાં આવી હતી. બુધવારે લોઢાને કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યો હતો. કોર્ટે તેને 23 સપ્ટેમ્બર સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

કંપનીની નૈતિકતા સમિતિએ રાજેન્દ્ર લોઢાના વ્યવહારની સમીક્ષા કરી એ પછી ગયા મહિને જ તેમણે લોઢા ડેવલપર્સના ડિરેક્ટર પદેથી રાજીનામું આપ્યું હતું. આ કેસની વધુ તપાસ પ્રોપર્ટી સેલ કરી રહી છે.

34,000 કરોડ રૂપિયાના બેન્ક કૌભાંડમાં ડીએચએફલના પૂર્વ ડિરેક્ટરની ધરપકડ

લોઢા ડેવલપર દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે ગેરરીતિ કદાપી સાંખી નહીં લેવાની કડક નીતિનું કંપની પાલન કરે છે. પછી એ ગેરરીતિ કરનાર વ્યક્તિ કેટલી પણ વરિષ્ઠ હોય કે કોઈ પણ ઊંચો હોદ્દો ધરાવતી હોય.

કંપનીની વિનંતી મુજબ રાજેન્દ્ર લોઢાએ 17 ઑગસ્ટ, 2025ના રોજ કંપનીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું. પારદર્શિતા ખાતર અમે એ ખાસ નોંધ કરવા માગીએ છીએ કે તેઓ કંપનીના મૅનેજિંગ ડિરેક્ટર અને સીઈઓના દૂરના સગા છે. (પીટીઆઈ)

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button