3, 4 અને 10 ઓક્ટોબરના નેરળ-કર્જત અને ખપોલી-કર્જત વચ્ચે લોકલ ટ્રેનો નહીં દોડે, જાણો વિગત | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

3, 4 અને 10 ઓક્ટોબરના નેરળ-કર્જત અને ખપોલી-કર્જત વચ્ચે લોકલ ટ્રેનો નહીં દોડે, જાણો વિગત

મુંબઈઃ મધ્ય રેલવેમાં કર્જત સ્ટેશન પર પ્રિ-ઇન્ટરલોકિંગ કામ કરવાનું હોવાથી ઓક્ટોબરમાં 3, 4 અને 10 ઓક્ટોબરના નેરળ-કર્જત અને ખપોલી-કર્જત વચ્ચે લોકલ ટ્રેનો નહીં દોડે. બ્લોક સમય દરમિયાન આ વિસ્તારમાંથી પ્રવાસ કરનાર લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે. મર્યાદિત ટ્રેનની સર્વિસ થવાથી બદલાપુર-કસારા સેક્શનની ટ્રેનોમાં પણ ભીડ વધારે રહી શકે છે. ઉપરાંત, કલ્યાણ સેક્સનમાં દોડનારી લોકલ ટ્રેનો પર પણ અસર જોવા મળશે, જેથી લોકલ ટ્રેનોનું શેડ્યૂલ પણ ખોટકાય તો નવાઈ નહીં.

કર્જત ખાતે યાર્ડની પુનર્રચના કરવા પ્રિ-ઇન્ટરલોકિંગ કામ કરવા આ મેગા બ્લોક લેવામાં આવનાર છે. આ બ્લોકના કારણે લોકલ અને લાંબા અંતરની ગાડીઓના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જોકે 5 થી 9 ઓક્ટોબર દરમિયાન લોકલ અને લાંબા અંતરની ટ્રેનો નિયમિત સમયપત્રક પ્રમાણે જ દોડશે તેવી માહિતી મધ્ય રેલવેના અધિકારીઓ દ્વારા આપવામાં આવી છે.

આ પણ વાંચો: મુંબઈની લોકલ ટ્રેનોમાં લાગશે ‘ઓટોમેટિક ક્લોઝ ડોર’: રેલવે અકસ્માતો ઘટાડવા નવતર પ્રયોગ હાથ ધરાયો

આ સમયગાળામાં 3 ઓક્ટોબરના નેરળ-કર્જત અને ખોપોલી-કર્જત વચ્ચે અપ અને ડાઉન લોકલ ટ્રેનો નહીં દોડે. 4 ઓક્ટોબરના રોજ ખોપોલી-કર્જત વચ્ચે અપ અને ડાઉન લોકલ ટ્રેનો નહીં દોડે.

મેલ અને એક્સપ્રેસ ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવશે અથવા તેમને ડાઇવર્ટ કરવામાં આવશે. જેથી, પ્રવાસીઓએ તેની આગોતરી જાણકારી મેળવી લેવી તેવું અધિકારીઓએ જણાવ્યું હતું. બ્લોકના સમયગાળા દરમિયાન ઉપનગરીય ટ્રેનોનું ટર્મિનેશન નેરળ પર થઇ શકે છે. કેટલીક ટ્રેનો રદ થશે અને કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફાર થશે જેના વિશે પ્રવાસીઓએ જાણકારી મેળવીને પ્રવાસ કરવા રેલવે દ્વારા વિનંતી કરવામાં આવી છે.

આ પણ વાંચો: આજે પણ લોકલ ટ્રેનોના ધાંધિયામાંથી ‘મુક્તિ’ નહીંઃ નોન પીક અવર્સમાં ભયાનક ભીડ, કારણ શું?

બ્લોકની તારીખ અને સમયાવધિ

3 ઓક્ટોબરના સવારે 11:20 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી.

4 ઓક્ટોબરના સવારે 11:20 વાગ્યાથી સાંજે 4:45 વાગ્યા સુધી


10 ઓક્ટોબરના સવારે 11:20 વાગ્યાથી સાંજે 4:20 વાગ્યા સુધી

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button