યાત્રીગણ કૃપયા ધ્યાન દીજિયે: સપ્તાહના પહેલા દિવસે લોકલ ટ્રેનોના “ધાંધિયા”

મુંબઈ: સપ્તાહના પહેલા દિવસે મધ્ય રેલવેમાં નોન પીક હવર્સમાં ટ્રાવેલ કરનારા પેસેન્જર માટે હાલાકીભર્યા સમાચાર છે. ડાઉન લાઇનમાં મુમ્બ્રા નજીક ટેકનિકલ ખામીને કારણે લોકલ ટ્રેન સેવા પર અસર પડી છે, પરિણામે લોકલની ટ્રેનો અડધો કલાકથી વધુ મોડી દોડે છે.
વિસર્જન દિવસ નજીકમાં છે ત્યારે આજે અઠવાડિયાના પહેલા દિવસે મધ્ય રેલવેની લોકલ ટ્રેન સેવા પર બ્રેક વાગી હતી. બપોરના પોણા બે વાગ્યાના સુમારે મુમ્બ્રા નજીક AC લોકલમાં ખામી સર્જાઈ હતી. એને કારણે ડાઉન અને અપ લાઈનમાં લોકલ ટ્રેન 25થી 30 મિનિટ મોડી પડી હતી.
ટેકનિકલ ખામીને કારણે ડાઉન લાઇનમાં મુંબર ખાતે એસી લોકલ ટ્રેનને રોકી દેવામાં આવી હતી એના પછી એક પછી લોકલ ટ્રેન રોકતા બંચિંગ થઈ ગયું હતું. દાદર બદલાપુર જતી એસી લોકલ ટ્રેનને અડધો કલાક રોકી દેવામાં આવી હતી. પરિણામે લોકલ ટ્રેનમાં રહેલા અમુક પેસેન્જરે સફોકેશનની ફરિયાદ કરી હતી.
એકંદરે મધ્ય રેલવેની લોકલ ટ્રેન પોણો કલાકમાં સમયથી વધુ મોડી દોડવાને કારણે સપ્તાહનો પહેલો દિવસ હાલાકીવાળો રહ્યો હતો. હવે મધ્ય રેલવેની લોકલ ટ્રેન સેવામાં સુધારો થાય એવી આશા રાખી શકાય નહિ. તહેવાર હોય કે જાહેર રજા મુંબઈની લોકલ ટ્રેનો નિયમિત મોડી દોડે એ પ્રવાસીઓની કમનસીબી બની ગઈ છે, એમ અન્ય એક પ્રવાસીએ જણાવ્યું હતું.
આ અંગે રેલવેએ એની માહિતી આપતા જણાવ્યું હતું કે ટેકનિકલ ખામીને કારણે મધ્ય રેલવેની ટ્રેનસેવા અડધો કલાકથી વધુ મોડી દોડી રહે છે, એ બદલ ખેદ વ્યક્ત કરીએ છીએ.
Also Read –