આમચી મુંબઈ

મધ્ય રેલવેના આ સ્ટેશન પર ટ્રેન પ્લેટફોર્મથી આગળ નીકળી ગઈ અને…

મુંબઈઃ મુંબઈની લોકલ ટ્રેન એ મુંબઈગરાની લાઈફલાઈન છે, જે કરોડો પ્રવાસીઓને પોતાની મંઝિલ સુધી પહોંચાડે છે. મંગળવારે બપોરે મધ્ય રેલવેની સીએસએમટી જઈ રહેલી લોકલ ટ્રેન ઓવરશૂટ (પ્લેટફોર્મ પર ઊભી રહ્યા વિના આગળ વધી જવું) થઈ હતી, જેને કારણે મધ્ય રેલવે પર ટ્રેન વ્યવહાર ખોરવાયો હોવાની માહિતી મધ્ય રેલવેના અધિકારી દ્વારા આપવામાં આવી હતી.

અધિકારીએ આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે શહાપુર તાલુકાના થાનસિટ રેલવે સ્ટેશન નજીક બપોરે 4.10 કલાકે આ ઘટના બની હતી. આ મામલે વધુ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ઓવરશૂટિંગ એટલે જ્યારે ટ્રેન પ્લેટફોર્મના સ્ટોપિંગ પોઈન્ટ પર ઊભા રહ્યા વિના જ આગળ વધી જાય. મધ્ય રેલવે અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર લોકલ ટ્રેનના છ કોચ કસારા-કલ્યાણ સેક્શનમાં ઓવરશૂટ થઈ ગયા હતા. જેને કારણે મધ્ય રેલવે પર ફરી એક વખત ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો.

આ ઘટનાને પગલે કલ્યાણ તરફથી આગળ વધતા પહેલાં ટ્રેન સ્ટેશન પર આઠ મિનિટ સુધી રોકી દેવામાં આવી હતી, એવું તેમણે વધુમાં ઉમેર્યું હતું. જોકે, આ દુર્ઘટનાને કારણે કોઈને ઈજા પહોંચી હોવાના કોઈ અહેવાલ નથી મળી રહ્યા અને કલ્યાણ ખાતે ટ્રેનની ક્રુને બદલવામાં આવી હતી. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button