એરપોર્ટ પર દારૂ વેચવા માટે અપાશે નવા લાઈસન્સ
મુંબઈઃ મુંબઈ સહિત પુણે, નાગપુર અને ઔરંગાબાદ ખાતેના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર નવેસરથી દારૂ વેચવાના પરવાના આપવા અંગેની હિલચાલ શરૂ થઈ ગઈ છે. આ નવા લાઈસન્સ ટેન્ડર કે લિલામીથી આપવામાં આવશે. 24 કલાક ચાલુ રહેનારા દારૂની વેચાણ માટેના લાઈસન્સની ફી પણ રેગ્યુલર ફીની તુલનામાં ત્રણ-ચાર ગણી વધુ હશે. આ પ્રકારની લિલામી પ્રક્રિયાનો પ્રસ્તાવ મંજૂરી માટે પ્રધાનમંડળ સમક્ષ લાવવામાં આવશે, એવી માહિતી સાધનો દ્વારા આપવામાં આવી હતી.
રાજ્યમાં આ રીતે 10થી 12 નવા દારૂ વેચાણ માટેના પરવાના આપવામાં આવશે એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. 1973થી રાજ્યમાં દારૂ વેચાણ માટે નવા લાઈસન્સ આપવામાં આવ્યા નથી. અત્યાર સુધીમાં રાજ્યમાં 1600ની આસપાસ દારૂ વેચાણ માટેના લાઈસન્સ આપવાનો વિષય આવ્યો હતો અને એ સમયે પણ પ્રધાનમંડળમાં તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. તેથી આ બાબતે મહાવિકાસ આઘાડી સરકારના કાર્યકાળમાં નવી આલ્કોહોલ પોલિસીના નામે પણ આવો પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યારે તત્કાલિન વિરોધપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.
હવે વર્તમાન સરકાર દ્વારા આ નવા દારુ વેચવા માટેના લાઈસન્સ આપવાની હિલચાલ કરવામાં આવી રહી હોવાની ચર્ચા શરૂ થઈ હચી. પરંતુ આ નવા લાઈસન્સ ઈન્ટરનેશનલ એરપોર્ટ પૂરતા જ મર્યાદિત છે. આ લાઈસન્સ સરકાર દ્વારા લિલામી કરીને સૌથી વધુ બોલી લગાવનારાઓને આપવામાં આવશે, એવી માહિતી ઉચ્ચ અધિકારી દ્વારા આપવામાં આવ્યા હતા.
મુંબઈ વિદેશી દારૂ એક્ટ 1953ના 25 (અ)માં કેટલીક નવી પેટા કલમનો સમાવેશ કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. આ અનુસાર ઈન્ટનેશનલ એરપોર્ટના સંચાલકો પાસેથી એનઓસી લેવું ફરજિયાત છે અને આશરે 70 સ્ક્વેર મીટરથી ઓછામાં ઓછા છસ્સો ચોરસ મીટર કે પછી એનાથી મોટી દુકાનોને આ લાઈસન્સ આપવામાં આવશે.