BMC ચૂંટણી પ્રચારમાં નેતાઓ ‘ભાન’ ભૂલ્યા, જાણો વિવાદાસ્પદ નિવેદનો

મુંબઈઃ મહારાષ્ટ્રમાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) સહિત 29 મ્યુનિસિપલ સંસ્થાઓ માટે 15 જાન્યુઆરીએ મતદાન થવાનું છે. ચૂંટણી પ્રચાર તેના અંતિમ તબક્કામાં છે. 13 જાન્યુઆરીના રોજ સાંજે 5 વાગ્યે પ્રચાર થંભી જશે, પરંતુ આ સમયગાળા દરમિયાન ભાષાની મર્યાદાનું ઘણી વખત ઉલ્લંઘન થયું છે. આ નિવેદનોની તો સોશિયલ મીડિયા પર નોંધ લઈને વિવિધ પક્ષોની યૂઝર્સે જોરદાર ઝાટકણી કાઢી હતી.
ચૂંટણી પ્રચાર દરમિયાન ‘રસમલાઈ’, ‘લુંગી’થી લઈને ‘પગ કાપવા’ અને ‘નામર્દ’ સુધી ઘણી બધી બાબતો બની જે સ્વસ્થ લોકશાહીમાં યોગ્ય નથી. રાજ ઠાકરે અને શિવસેનાએ ક્યારે ક્યારે હદ ઓળંગી?
રસમલાઈ
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના વડા રાજ ઠાકરેએ બીએમસી ચૂંટણી માટે એક રેલીને સંબોધિત કરતી વખતે, તમિલનાડુના ભૂતપૂર્વ ભાજપ પ્રમુખ કે અન્નામલાઈનો ઉલ્લેખ કરી તેમને ‘રસમલાઈ’ કહ્યા. રાજ ઠાકરેએ કહ્યું કે તમિલનાડુથી એક રસમલાઈ મુંબઈ આવી છે, જેનો વિવાદ પણ થયો હતો.
લુંગી
રાજ ઠાકરેએ અન્નામલાઈ પર પણ પ્રહાર કરતા પૂછ્યું, “તમારું અહીં શું કામ છે કે તમે અહીં આવ્યા છો? રાજ ઠાકરે આટલેથી જ અટક્યા નહીં. તેમણે “લુંગી હટાઓ, બજાઓ…”ના નારા પણ લગાવ્યા. મનસે વડાના આ નિવેદન અને નારાથી રાજકીય હોબાળો મચી ગયો હતો.
પગ કાપવાની ધમકી
અન્નામલાઈ પર રાજ ઠાકરેની ટિપ્પણી બાદ, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના ઘણા કાર્યકરોએ પણ તેમને ધમકીઓ આપી. પગ કાપી નાખવા સુધીની ધમકીઓ આપવામાં આવી હતી. અન્નામલાઈએ આ ધમકીઓનો જવાબ આપતા કહ્યું, ” હું મુંબઈ આવીશ અને જો તમારામાં હિંમત હોય તો મારા પગ કાપીને બતાવો. તમિલનાડુના ભૂતપૂર્વ ભાજપ પ્રમુખે કહ્યું હતું કે મને ધમકી આપનારા રાજ ઠાકરે કે આદિત્ય ઠાકરે કોણ છે.
નામર્દ
શિવસેનાના મુખપત્ર ‘સામના’એ પણ બીએમસી ચૂંટણી પ્રચાર દરમિયાન અન્નામલાઈના નિવેદન પર સ્થાનિક ભાજપ નેતાઓ પર નિશાન સાધ્યું હતું. સામનાએ લખ્યું તમિલનાડુના એક ભિખારી ભાજપ નેતા, અન્નામલાઈ, મુંબઈમાં ભાજપના સ્ટાર પ્રચારક તરીકે દેખાયા અને બડાઈ મારી – મુંબઈનો મહારાષ્ટ્ર સાથે કોઈ સંબંધ નથી. મુંબઈનો મહારાષ્ટ્ર સાથે શું સંબંધ છે? જ્યારે ભાજપનો આ દેશદ્રોહી, રસમલાઈ, સ્ટેજ પર ભાષણ આપી રહ્યો હતો,મુંબઈ ભાજપના ઘણા મરાઠી નેતાઓ સ્ટેજ પર હાજર હતા, અને તેમને રસમલાઈના અમૃત શબ્દોથી કોઈ ફરક પડ્યો નહીં. આ તેમની નપુંસકતાનો પુરાવો છે.”
આપણ વાંચો: BMC ચૂંટણી પહેલા મહાયુતિમાં તિરાડ? ફડણવીસના નિવેદન પર અજિત પવાર નારાજ



