આમચી મુંબઈ

મુંબઈ એરપોર્ટ પર ‘ફાસ્ટ ટ્રેક ઈમિગ્રેશન સિસ્ટમ’ લોન્ચ કરવાનું મુલતવી

મુંબઈ: મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમિગ્રેશન ક્લિયરન્સ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે ‘ફાસ્ટ ટ્રેક ઈમિગ્રેશન-ટ્રસ્ટેડ ટ્રાવેલર પ્રોગ્રામ’ (એફટીઆઈ-ટીટીપી)નો પ્રારંભ મોકૂફ રાખવામાં આવ્યો છે.

આ કાર્યક્રમ જે બાયોમેટ્રિક્સ દ્વારા પ્રવાસીઓની વિગતોની ચકાસણી કરશે. જોકે, તેનું ઉદ્ઘાટન ૩૦ ડિસેમ્બરે મુંબઈ એરપોર્ટ પર થવાનું હતું, પરંતુ બ્યુરો ઑફ ઈમિગ્રેશને નવી તારીખની જાહેરાત કર્યા વિના આ કાર્યક્રમને મુલતવી રાખ્યો છે.

એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે ઇમિગ્રેશન પ્રક્રિયાના સમયને ઘટાડવા માટે ગૃહ મંત્રાલયે જૂનમાં એફટીઆઈ-ટીટીપી પ્રોગ્રામ શરૂ કર્યો હતો. આ સુવિધા સૌપ્રથમ દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર શરૂ કરવામાં આવી હતી અને તેને દેશના ૨૧ એરપોર્ટ પર શરૂ કરવામાં આવશે. પ્રારંભિક તબક્કામાં, મુંબઈ એરપોર્ટ સહિત કુલ સાત એરપોર્ટને આવરી લેવામાં આવશે.

આપણ વાંચો: GOOD NEWS: નવી મુંબઈ એરપોર્ટ પર સૌપ્રથમ કમર્શિયલ પ્લેનનું પહેલું ઉતરાણ, જાણો ક્યારે થઈ શકે ઉદ્ધાટન?

આ કાર્યક્રમ ૩૦ ડિસેમ્બરે અમદાવાદ ખાતે સ્ટેજીંગ ઈવેન્ટ સાથે મુંબઈ, ચેન્નઈ, કોલકાતા, બેંગલુરુ, હૈદરાબાદ, કોચીન અને અમદાવાદ ખાતે લોન્ચ થવાની ધારણા હતી. પરંતુ હવે આગામી તારીખની ઘોષણા વિના તે મુલતવી રખાયો છે.

સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહના નિધનને કારણે આ કાર્યક્રમ મુલતવી રાખ્યો છે અને સંભવતઃ શોકના સમયગાળા પછી તારીખ જાહેર થઇ શકે છે. ૨૦૨૫માં હવાઈ મુસાફરીમાં ભારે વધારો થવાની ધારણા છે, ત્યારે આ ઈમિગ્રેશન સુવિધા આંતરરાષ્ટ્રીય ફ્લાયર્સ માટે વધારાનો લાભ સાબિત થશે.

FTII-TTP શું છે?

એફટીઆઈ-ટીટીપી પહેલ ભારતીય નાગરિકો અને ભારતની વિદેશી નાગરિકતા લોકો(ઓસીઆઈ) માટે ઇમિગ્રેશન ક્લિયરન્સ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે શરૂ કરવામાં આવી હતી.

આપણ વાંચો: મુંબઇ એરપોર્ટ પર સેંકડો યાત્રી 16 કલાક સુધી અટવાયા, ઇન્ડિગોએ જણાવ્યું કે….

પાત્ર અરજદારો ઇ-ગેટ્સમાંથી સુવ્યવસ્થિત ઇમિગ્રેશન પ્રક્રિયામાંથી પસાર થઈને પ્રસ્થાન અને આગમન દરમિયાન સમય બચાવી શકે છે જેમાં ફિંગરપ્રિન્ટ અને ચહેરાની છબી સહિત બાયોમેટ્રિક્સ માહિતીનો ઉપયોગ થાય છે.

અરજદારો તેમના બાયોમેટ્રિક્સ ભારતમાં નિયુક્ત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અથવા નજીકના ફોરેનર્સ રિજનલ રજિસ્ટ્રેશન ઑફિસ પર અગાઉથી એપોઇન્ટમેન્ટ દ્વારા નોંધણી કરાવી શકે છે. આ ઈમિગ્રેશન પ્રક્રિયા પર સીધી દેખરેખ રાખનાર બ્યુરો ઓફ ઈમિગ્રેશન અનુસાર એફટીઆઈ-ટીટીપી માટે નોંધણી પ્રક્રિયામાં એક મહિના જેટલો સમય લાગી શકે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button