આમચી મુંબઈ
જમીન ખરીદદારો સાથે આચરી 2 કરોડ રૂપિયાની છેતરપિંડી

થાણે: જમીનના વેચાણના સોદામાં 36 લોકો સાથે 2 કરોડ રૂપિયાની વધુની છેતરપિંડી આચરવા પ્રકરણે નવી મુંબઇ પોલીસે ખાનગી કંપનીના માલિક તથા અન્ય ચાર વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
આરોપીઓએ ઑક્ટોબર, 2017થી નવી મુંબઈના ઉરણ વિસ્તારમાં જુઇ ખાતે જમીનના વેચાણ માટે સોદો નક્કી કર્યો હતો. તેમણે લોકો પાસેથી 2.07 કરોડ રૂપિયા લીધા હતા, પણ તેમને ન તો જમીનનો કબજો આપ્યો હતો, ન તો પૈસા પાછા કર્યા હતા.
આ પણ વાંચો : શ્વાન સહિત પાળેલા પ્રાણીઓ સંબંધિત સમસ્યા માટે થાણેમાં યોજાયું સંમેલન
છેતરાયેલા લોકોએ આ પ્રકરણે વાશી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેને પગલે પોલીસે કંપનીના માલિક સહિત પાંચ સામે ગુનો દાખલ કર્યો હતો. (પીટીઆઇ)