Lalbaughcha Raja 2025: કોણ છે લાલબાગચા રાજાના મુખ દર્શન કરનાર છેલ્લો ભકત?

મુંબઈ: આજે 10 દિવસ બાદ વિસર્જન માટે મુંબઈના લડકા લાલબાગચા રાજાની શોભાયાત્રાનો પ્રારંભ થયો છે. લાલબાગચા રાજાના દર્શન માટે ભક્તો દૂર દૂરથી આવે છે અને કલાકોના કલાકો લાઈનમાં ઊભા રહે છે. વિસર્જનના અમુક કલાકો પહેલાં મંડળ દ્વારા મુખદર્શન અને ચરણસ્પર્શની લાઈનો બંધ કરી દેવામાં આવે છે, ત્યારે મનમાં સવાલ ચોક્ક્સ આવે કે આખરે કોણ હશે એ ભાગ્યવાન ભક્ત કે જેણે બાપ્પાના છેલ્લા મુખ દર્શન કર્યા હશે. ચાલો તમને જણાવીએ કે કોણ છે ખાસ વ્યક્તિ કે જેને આ લ્હાવો મળ્યો છે-
લાલબાગચા રાજાના દર્શન માટે મોટી સંખ્યામાં ભકતો આવે છે અને એમાં ચરણ સ્પર્શ અને મુખ દર્શન એમ બે અલગ અલગ લાઈન હોય છે. મુખ દર્શનની લાઈન ખૂબ જ લાંબી હોય છે અને એટલે જ આ લાઈન આ વખતે શુક્રવારે રાતે 12 વાગ્યે બંધ કરી દેવામાં આવી હતી. દરમિયાન બાપ્પાના મુખ દર્શન કરનાર છેલ્લી વ્યક્તિ કોણ હશે એ જાણવાની તાલાવેલી થાય એ સ્વાભાવિક છે.
આ પણ વાંચો: વાયરલ વીડિયોઃ લાલબાગચા રાજાનું ચોપાટી તરફ પ્રસ્થાનઃ મુંબઈના આ 84 રસ્તા ટ્રાફિક માટે સંપૂર્ણ બંધ…
સોશિયલ મીડિયા પર હાલમાં એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જે લાલબાગચા રાજાનો છે. આ વીડિયોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આ વ્યક્તિ પરિવાર સાથે લાલબાગચા રાજા દર્શન કરીને બાપ્પાના મુખદર્શન કરનારો છેલ્લો ભાગ્યશાળી ભક્ત છે. એટલું જ નહીં આ વીડિયોમાં કેટલાક લોકો તેનું સન્માન કરતાં પણ જોવા મળી રહ્યા છે. એવું કહેવાઈ રહ્યું છે કે લાલબાગચા રાજા મંડળ દ્વારા જ આ ભક્તનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે અને નેટિઝન્સ તેને કિસ્મતવાળો ગણાવી રહ્યા છે. લાલબાગચા રાજાને લઈને ભક્તોમાં એક અલગ જ શ્રદ્ધા જોવા મળે છે. કલાકોના કલાકો લાઈનમાં ઉભા રહીને ભક્તો બાપ્પાની એક ઝલક જોઈને એકદમ આનંદિત થઈ જાય છે.
આ પણ વાંચો: વાર-તહેવાર: મુંબઈના લાલબાગચા રાજા: ખરા અર્થમાં આસ્થાના મહા-રાજા!
લાલબાગચા રાજાની વિસર્જન યાત્રા આજે નીકળની આવતી કાલે ગિરગાંવ ચોપાટી પહોંચશે. વાત કરીએ લાલબાગચા રાજાના શોભાયાત્રાના રૂટની તો તે લાલબાગ ફ્લાયઓવર, ભાયખલા સ્ટેશન, હિંદુસ્થાન મસ્જિદ, ભાયખલા ફાયરબ્રિગેડ, નાગપાડા, ગોળ દેઉળ, દોન ટાંકી, ઓપેરા હાઉસ થઈને ગિરગાંવ ચોપાટી પહોંચશે.