પંજાબના ભજન ગાયક પર નવી મુંબઈમાં હુમલો: 10 થી વધુ સામે ગુનો…
થાણે: પંજાબના 45 વર્ષના ભજન ગાયક પર નવી મુંબઈમાં હુમલો કરવામાં આવ્યો હતો, જેને પગલે 10થી વધુ લોકો સામે ગુનો દાખલ કરાયો હતો.
આ પણ વાંચો : કોમેડિયન સુનીલ પાલના અપહરણનાચાર દિવસ પછી એફઆઈઆર નોંધાયો…
ગુરદાસપુરના રહેવાસી લકવિંદર સુરજિત સિંહ પર શુક્રવારે સાંજે જુઇનગરથી મુંબઈ એરપોર્ટ તરફ જઇ રહ્યો હતો ત્યારે પનવેલ-સાયન રોડ પર તેના પર હુમલો કરાયો હતો.
આરોપીઓએ લકવિંદરની કારને આંતરી હતી અને લોખંડના સળિયા તથા દાતરડાથી હુમલો કર્યો હતો, જેમાં તેને ગંભીર ઇજા પહોંચી હતી.
2017માં હત્યા કરાયેલા શખસના પરિવારજનોને સમર્થન આપવા બદલ લકવિંદરથી આરોપીઓ નારાજ હતા. આ દુશ્મનાવટની વિગતોની તપાસ કરી રહ્યા છીએ. બે શકમંદને હેપ્પી સિંહ (35) અને જસપાલ સિંહ (42) તરીકે ઓળખી કાઢવામાં આવ્યા છે, એમ પોલીસે કહ્યું હતું.
આરોપીઓએ લકવિંદરને પિસ્તોલ અને રિવોલ્વર દાખવીને ધમકાવ્યો હતો અને બાદમાં નિર્જન સ્થળે તેને અને તેના સાથીદારને છોડી દેવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : ‘બાંગ્લાદેશ વિરુદ્ધ રસ્તા પર ઉતરવા તૈયાર છે’, મુસ્લિમોએ હિંદુઓ પર હુમલા સામે અવાજ ઉઠાવ્યો…
લકવિંદર સિંહને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અમે આ પ્રકરણે 10થી વધુ લોકો સામે ગુનો દાખલ કરી તેમની શોધ ચલાવી છે, એમ નવી મુંબઈ પોલીસના અધિકારીએ કહ્યું હતું. (પીટીઆઇ)