૧૭ ઓગસ્ટના શનિવારથી લાભાર્થીઓના ખાતામાં ‘લાડકી બહેન’ના હપ્તાઓ જમા થશે

મુંબઈઃ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રવિવારે અકોલામાં ભાજપના કાર્યકરોની બેઠકમાં સંબોધન દરમિયાન જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર સરકાર ૧૭ ઓગસ્ટના રોજ ‘લાડકી બહેન‘ યોજનાના લાભાર્થીઓના ખાતામાં જુલાઈ અને ઓગસ્ટ મહિનાના હપ્તાઓ જમા કરશે. નવી રજૂ કરવામાં આવેલી યોજનાને રાજ્યમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને અત્યાર સુધીમાં ૧.૫ કરોડ મહિલાઓએ નોંધણી કરાવી છે.
‘મુખ્યમંત્રી મારી લાડકી બહેન’ યોજના હેઠળ, જેમની વાર્ષિક કૌટુંબિક આવક રૂ. ૨.૫ લાખથી ઓછી હોય એવી પરિણીત, છૂટાછેડા લીધેલ અને ૨૧-૬૦ વર્ષની વયની નિરાધાર મહિલાઓને દર મહિને રૂ. ૧,૫૦૦ મળશે.
ડેપ્યુટી સીએમના જણાવ્યા અનુસાર, સરકાર ‘મુખ્ય મંત્રી યુવા કાર્યપ્રશિક્ષણ યોજના’ હેઠળ રાજ્યના ૧૦ લાખ બેરોજગાર યુવાનોને છ મહિના માટે એપ્રેન્ટિસશીપ આપવા માટે કામ કરી રહી છે. સરકારે છેલ્લા દોઢ વર્ષમાં ૧૨,૦૦૦ મેગાવોટ સૌર ઉર્જાનું ઉત્પાદન કર્યું છે. સોલાર એનર્જીને કારણે સરકાર પર કોઈ આર્થિક બોજ ન પડતા, ખેડૂતોને મફત વીજળી પૂરી પાડવામાં આવશે.
આ પણ વાંચો : લાડકી બહેન માટે અફવાઓ ફેલાવનારા સાવકા ભાઈથી સાવધાન: એકનાથ શિંદે
વિધાનસભાની ચૂંટણીના થોડા મહિનાઓ પહેલા, જૂનમાં રજૂ કરવામાં આવેલા રાજ્યના બજેટમાં, મહારાષ્ટ્ર સરકારે મહિલાઓ, બેરોજગાર યુવાનો, ખેડૂતો અને પરિવારો માટે ઘણા લોકપ્રિય પગલાંની જાહેરાત કરી હતી.
(પીટીઆઈ