લાડકી બહિણ યોજનાનો ડિસેમ્બરનો હપ્તો ક્યારે મળશે, ફડણવીસે શું કહ્યું?

મુંબઈઃ રાજ્યમાં ગઠબંધન સરકાર આવી તેને લગભગ ૧૮ દિવસ થઈ ગયા છે. જોકે, મહિલાઓને હજુ સુધી લાડકીબહેન યોજનાનો ડિસેમ્બરનો હપ્તો મળ્યો નથી. તો બહેનોને ડિસેમ્બરનો હપ્તો ક્યારે મળશે?
આ પણ વાંચો : ‘નફરત ફેલાવવાનો પ્રયાસ’: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ફડણવીસના રાહુલ ગાંધીની પરભણી મુલાકાત પર આકરા પ્રહારો…
આ અંગે રાજ્યભરમાંથી સવાલો ઉઠી રહ્યા છે. મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ બાબતે બોલતા કહ્યું કે ‘લાડકી બહિણ યોજના’નો ડિસેમ્બરનો હપ્તો આગામી સાતથી આઠ દિવસમાં આપવામાં આવશે.’
દરમિયાન વિધાનસભાની ચૂંટણી વખતે મહાયુતિના નેતાઓએ જાહેરાત કરી હતી કે લાભાર્થી મહિલાઓને દર મહિને મળતા ૧૫૦૦ રૂપિયા વધારીને ૨,૧૦૦ રૂપિયા કરવામાં આવશે. જોકે સરકાર બન્યા બાદ બહેનોને ડિસેમ્બરના હપ્તાના ૧૫૦૦ રૂપિયા કે ૨૧૦૦ રૂપિયા મળશે?
આ પણ વાંચો : પરભણી હિંસા બાદ ન્યાયિક કસ્ટડીમાં મૃત્યુ પામેલા સોમનાથ સૂર્યવંશીની હત્યા દલિત હોવાથી કરવામાં આવી: રાહુલ ગાંધી…
આ અંગે પણ હજુ સ્પષ્ટતા કરવામાં આવી નથી. આમ ડિસેમ્બરનો હપ્તો ક્યારે મળશે? અને કેટલા મળશે? આ બાબતે મહિલાઓ મૂઝવણમાં છે. જો કે, આ વિશે વાત કરતા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સ્પષ્ટ કર્યું કે તેઓ ચૂંટણીમાં કરેલા તમામ વચનો પૂરા કરશે.