આમચી મુંબઈમહારાષ્ટ્ર

લાડકી બહેનનો ડિસેમ્બરનો હપ્તો ક્યારે મળશે? એકનાથ શિંદેએ શું કહ્યું

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને લઈ સૌથી વધુ ચર્ચામાં રહેનારી યોજના પૈકી લાડકી બહેન યોજના પણ વધુ લાઈમલાઈટમાં રહી છે. હવે આ યોજનાનો ડિસેમ્બર મહિનાના હપ્તા અંગે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મહત્ત્વની જાહેરાત કરી હતી.

વિધાનસભાની ચૂંટણી વીસમી નવેમ્બરે પૂર્ણ થયા બાદ ‘લાકડી બહેન’ યોજનાની લાભાર્થી મહિલાઓને ડિસેમ્બર મહિનાનો માસિક ૧૫૦૦ રૂપિયાનો હપ્તો આપવામાં આવશે, એમ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જણાવ્યું હતું.

ભાજપ (ભારતીય જનતા પાર્ટી), એકનાથ શિંદેની શિવસેના, અજિત પવારની એનસીપીની મહાયુતિએ ચૂંટણી પ્રચારમાં જો તેમની સરકાર સત્તામાં રહેશે તો લાકડી બહેન યોજનાનો માસિક હપ્તો ૧,૫૦૦ રૂપિયાથી વધારીને ૨૧૦૦ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. ચૂંટણીના પરિણામ ૨૩મી નવેમ્બરે જાહેર કરવામાં આવશે.

‘મેં લાડકી બહેન યોજના શરૂ કરી ત્યારે મારો ઉદ્દેશ મહિલાઓને સશક્ત બનાવવાનો હતો, પણ વિપક્ષોએ આ યોજના બંધ કરાવવા માટે ઘણા ગતકડાં કર્યા હતા. મેં નવેમ્બરના હપ્તાની વ્યવસ્થા પણ પહેલાથી કરી દીધી હતી. વીસમી નવેમ્બરે ચૂંટણી માટેની આચારસંહિતા ઉઠાવી લેવામાં આવશે તેના ટૂંક સમયમાં જ લાડકી બહેનોને તેમનો ડિસેમ્બરનો હપ્તો પણ મળી જશે’, એમ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું.

આ પણ વાંચો : લાડકી બહેન યોજના પર વિવાદાસ્પદ નિવેદન અંગે ધનંજય મહાડિક સામે કેસ નોંધાયો

૧૫મી ઓક્ટોબરે ચૂંટણી પંચ દ્વારા વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી ત્યારથી આચારસંહિતા લાગુ થઇ ગઇ હતી. વિપક્ષોએ લાડકી બહેન યોજના માટે આપવામાં આવતા નાણાંની વ્યવસ્થા તથા આ યોજના કેટલા દિવસ લાગુ રહેશે એ અંગેના સવાલો કર્યા હતા. શરદ પવારે ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે કહ્યું હતું કે ચૂંટણી બાદ લાડકી બહેન યોજના બંધ કરી દેવામાં આવશે

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button