‘લાડકી બહિણ’ના પૈસાને કારણે આ ગામની દેરાણી-જેઠાણીને સાસુ-વહુ વચ્ચે ઝઘડા

મુંબઈઃ હવે દરેક ઘરની ફક્ત એક જ લાભાર્થી મહિલાને લાડકી બહિણ યોજનાના પૈસા મળશે. આ માટે, સરકારે લાભાર્થી મહિલાને ૧૮ નવેમ્બર સુધીમાં સ્થાનિક ચકાસણી કેન્દ્રમાં ‘Know your customer’ (કેવાયસી) જેવા દસ્તાવેજો સબમિટ કરવા જણાવ્યું છે.
લાડકી બહિણના પૈસાને લઈને થાણે જિલ્લાના કલ્યાણના ખેડા ગામના ઘરોમાં સાસુ, વહુઓ અને જેઠાણી-દેરાણીઓ વચ્ચે ઝઘડા થઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે. છેલ્લા દોઢ વર્ષમાં, ઘણી મહિલાએ આ યોજનાનો લાભ લીધો છે. હવે ઘરની ફક્ત એક જ મહિલાને યોજનાનો લાભ મળશે.
આપણ વાચો: લાડકી બહિણ યોજના e-KYC: એક ભૂલ અને બેંક ખાતું ખાલી! અરજી ફોર્મ ભરતી વખતે ‘આ’ સાવચેતી રાખો
દિવાળીના તહેવાર દરમિયાન ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોમાં કેટલાક ઘરોમાં મહિલાઓમાં આ યોજનાનો લાભ લેવા અંગે ઉગ્ર દલીલ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. છેલ્લા દોઢ વર્ષમાં, ઘરની દરેક મહિલાએ પોતાના ડૉક્યુમેન્ટ સબમિટ કરી ૧૫૦૦ રૂપિયાની લાડકી બહિણ યોજનાનો લાભ લીધો છે.
થાણે જિલ્લામાં મહિલાઓ સવારથી બેંકનો સમય પૂરો થાય ત્યાં સુધી બેંકમાંથી પૈસા ઉપાડવા માટે ગ્રામીણ બેંકોના દરવાજા પર કતારમાં ઉભી રહેતી હતી. બેંક ખુલવાનો સમય સવારે ૯:૩૦ વાગ્યાનો હોવા છતાં વૃદ્ધ મહિલાઓ સવારે ૬ વાગ્યાથી બેંકના ગેટ પાસે કતારમાં ઉભી રહેતી હતી. આ વખતે, આ મહિલાઓને વરસાદની ક્યારેય ચિંતા નહોતી.
ઘરની દરેક મહિલા લાડકી યોજનાના પૈસા પર પોતાનો હક દાવો કરે છે અને કોઈ પીછેહઠ કરવા તૈયાર નથી. એવું જોવા મળી રહ્યુ છે કે પરિવારમાં મોટા ભાગે સાસુઓ આ યોજનાનો લાભ મેળવવાનો આગ્રહ રાખી રહી છે. તેથી, ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોમાં દરરોજ વિવાદો ઊભા થઈ રહ્યા છે.



