લાડકી બહેન યોજનાનો ઓગસ્ટનો હપ્તો મળવાનું ચાલુ: અદિતિ તટકરે | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

લાડકી બહેન યોજનાનો ઓગસ્ટનો હપ્તો મળવાનું ચાલુ: અદિતિ તટકરે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મહાયુતિ સરકારે મહિલાઓ માટે ‘મુખ્યમંત્રી માઝી લાડકી બહિણ’ યોજના શરૂ કરી છે. આ યોજના દ્વારા રાજ્યની લાખો પાત્ર મહિલાઓના બેંક ખાતામાં દર મહિને 1,500 રૂપિયા જમા કરવામાં આવે છે.

જોકે, સપ્ટેમ્બરના 10 દિવસ થઈ ગયા હોવા છતાં, લાડકી બહેનોના ખાતામાં પૈસા જમા થયા નહોતા તે અંગે પુછવામાં આવતાં એનસીપીના નેતા અને રાજ્યના મહિલા અને બાળ વિકાસ કલ્યાણ ખાતાના પ્રધાન અદિતિ તટકરેએ લાડકી બહેનોને ખુશખબર આપતાં કહ્યું હતું કે લાડકી બહેન યોજનાના તમામ પાત્ર લાભાર્થીઓને ઓગસ્ટ મહિનાના સન્માન ભંડોળનું વિતરણ કરવાની પ્રક્રિયા ગુરુવારે (11 સપ્ટેમ્બર) શરૂ થઈ ગઈ છે.

લાડકી બહેન યોજનાના તમામ પાત્ર લાભાર્થીઓને ઓગસ્ટ સન્માન ભંડોળનું વિતરણ કરવાની પ્રક્રિયા ગુરુવારથી શરૂ થઈ ગઈ છે. મહારાષ્ટ્રની માતાઓ અને બહેનોના સતત વિશ્ર્વાસથી શરૂ થઈ રહેલી સશક્તિકરણની આ ક્રાંતિ સફળતાપૂર્વક આગળ વધી રહી છે. ટૂંક સમયમાં, આ યોજનાના તમામ પાત્ર લાભાર્થીઓના આધાર-લિંક્ડ બેંક ખાતાઓમાં સન્માન ભંડોળનું વિતરણ કરવામાં આવશે.

આપણ વાંચો: લાડકી લેક, લાડકી બહિણ પછી લાડકી સુનબાઈ યોજના

લાડકી બહેનોને 2100 રૂપિયા ક્યારે મળશે?

મહાયુતિ સરકારે વિધાનસભા ચૂંટણી પહેલા લાડકી બહેનોને 1500 રૂપિયાને બદલે 2100 રૂપિયા આપવાનું વચન આપ્યું હતું. જોકે, લાડકી બહેનોને 1500 રૂપિયાને બદલે 2100 રૂપિયા ક્યારે આપવામાં આવશે? તે બાબતે સરકારે હજુ સુધી આ અંગે કોઈ સ્પષ્ટતા આપી નથી.

થોડા દિવસો પહેલા અદિતિ તટકરેને મીડિયા પ્રતિનિધિઓ દ્વારા આ સંદર્ભમાં એક સવાલ પૂછવામાં આવ્યો હતો. તે સમયે અદિતિ તટકરેએ કહ્યું હતું કે, ‘અમે આ અંગે ઘણી વખત સ્પષ્ટતા કરી ચૂક્યા છીએ. ઉપરાંત, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે પણ સ્પષ્ટતા કરી છે.

નવા બજેટમાં, લાડકી બહેનોને 2100 રૂપિયા આપવા પર સકારાત્મક વિચાર કરવામાં આવશે. જોકે, હાલ પૂરતું, અમે લાડકી બહેનોને 1500 રૂપિયાનો લાભ આપીશું,’ એમ કેબિનેટ પ્રધાન અદિતિ તટકરેએ કહ્યું હતું.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »

સંબંધિત લેખો

Back to top button