આનંદો, Monsoonમાં પણ દોડશે કોંકણ રેલવે પર દોડશે Vandebharat, Tejas Express…
મુંબઈઃ દર વર્ષની જેમ જ આ વર્ષે પણ કોંકણ રેલવે પર Monsoon Time Table લાગુ કરવામાં આવશે અને આ ટાઈમટેબલ અનુસાર ટ્રેનોનું પ્લાનિંગ કરવામાં આવે છે. પરંતુ મધ્ય અને કોંકણ રેલવેના રેઢિયાળ કારભારને કારણે છેલ્લાં બે મહિનાથી પ્રવાસીઓને 10મી જૂન બાદ Vandebharat, Tejas Expressનું ટિકિટ બુક કરવામાં મુશ્કેલી પડી રહી છે, એટલે પ્રવાસીઓને એવું લાગી રહ્યું હતું કે આ ટ્રેનો મોન્સૂનમાં દોડશે કે નહીં પણ હવે સફાળા જાગેલા રેલવે તંત્રએ મોન્સૂન ટાઈમટેબલ તૈયાર કર્યું છે જેમાં ચોમાસામાં પણ આ ટ્રેનો દોડાવવામાં આવશે એવી જાહેરાત કરી છે.
રેલવેના રેઢિયાળ કારભારને કારણે કોંકણ રેલવે પર ચોમાસામાં કારણે પ્રવાસીઓમાં ચોમાસા અને એમાં પણ ખાસ કરીને ગણેશોત્સવ દરમિયાન વંદે ભારત ટ્રેન દોડશે કે નહીં એવો સંભ્રમ નિર્માણ થયો હતો પણ હવે રેલવે તંત્ર સફાળુ જાગ્યું છે અને બે મહિનાથી રખડી પડેલું કામ બે દિવસમાં પૂરું કર્યું છે. પરિણામે હવે કોંકણ જઈ રહેલાં પ્રવાસીઓને વંદે ભારત, તેજસ એક્સપ્રેસ અને એલટીટી મડગાંવની ટિકિટો બુક કરવામાં કોઈ મુશ્કેલી નહીં પડે.
દર વર્ષે રેલવે દ્વારા પ્રવાસીઓની સુરક્ષા માટે 10મી જૂનથી 31મી ઓક્ટોબર સુધી મોન્સૂન ટાઈમ ટેબલ બનાવવામાં આવે છે. મોન્સૂન ટાઈમ ટેબલનો સૌથી મોટો ફટકો સુપરફાસ્ટ એક્સપ્રેસને પડે છે અને એક દિવસમાં મુંબઈથી ગોવા જઈને પાછી આવનારી ટ્રેનોના ધાંધિયા થાય છે. આ જ રીતે તેજસ એક્સપ્રેસ પાંચને બદલે ત્રણ અને વંદેભારત એક્સપ્રેસમાં છને બદલે ત્રણ દિવસ દોડાવવામાં આવે છે.
રેલવે તંત્રએ વંદેભારત અને તેજસ એક્સપ્રેસનું ટાઈમટેબલ જ તૈયાર ના કર્યું હોવાને કારણે ટિકિટોનું આખું ગણિત ખોરવાઈ ગયું હતું પરંતુ હવે સફાળા જાગેલા રેલવે પ્રશાસને મોન્સૂન ટાઈમ ટેબલની જાહેરાત કરી છે અને એ સંદર્ભની અધિસૂચના, માહિતીપત્ર વગેરે જાહેર કર્યું છે. જેને કારણે ગઈકાલથી પ્રવાસીઓ 10 જૂન બાદની ટિકિટ કઢાવવાનું શક્ય બન્યું છે.