મુકેશ અંબાણીનાં માતા કોકિલાબેનની તબિયત લથડીઃ હોસ્પિટલમાં પરિવાર, જાણો નવી અપડેટ...
આમચી મુંબઈ

મુકેશ અંબાણીનાં માતા કોકિલાબેનની તબિયત લથડીઃ હોસ્પિટલમાં પરિવાર, જાણો નવી અપડેટ…

મુંબઈઃ દેશના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને અનિલ અંબાણીનાં માતા કોકિલાબેનની તબિયત લથડવાને કારણે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

જોકે, કોકિલાબેન અંબાણીને એરલિફ્ટ કરીને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે. ઉંમર સંબંધિત સમસ્યાને કારણે કોકિલાબેનને મુંબઈ સ્થિત એચ. એન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

તબિયત સ્થિર હોવાનો રિપોર્ટ
મુંબઈની રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં પરિવારના સભ્યો પણ પહોંચ્યા છે, પરંતુ પરિવાર તરફથી કોઈ અપડેટ જારી કરી નથી. મુકેશ અંબાણી પણ સવારે કાલિના એરપોર્ટ પર જોવા મળ્યા હતા, જ્યારે અનિલ અંબાણી પણ પત્ની ટીના અંબાણી સાથે હોસ્પિટલ પહોંચ્યા હતા.

પરિવારમાં દીકરા અનિલ અંબાણી હોસ્પિટલ પહોંચ્યા પછી ભાવુક જોવા મળ્યા હતા. મીડિયાના અહેવાલ અનુસાર હાલમાં તેમની તબિયત સ્થિર છે અને ડોક્ટરની ટીમ દેખરેખ રાખી રહ્યા છે. તેમને સતત નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે.

પરિવારમાં સૌથી ધનાઢ્ય સભ્ય
જામનગરમાં જન્મેલા કોકિલાબેન ગુજરાતી ઉદ્યોગપતિ ધીરુભાઈ અંબાણીના પત્ની છે. વર્ષ 1955માં ધીરુભાઈ અંબાણી સાથે કોકિલાબેનના લગ્ન થયા હતા. ધીરુભાઈના સંતાનોમાં મુકેશ અંબાણી (રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન), અનિલ અંબાણી (રિલાયન્સ એડીએ ગ્રુપના ચેરમેન), નીના કોઠારી અને દીપ્તિ સલ્ગાવંકર છે.

જોકે, કોકિલાબેન અંબાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સૌથી મોટા સ્ટેકહોલ્ડર છે. હાલમાં મોટા દીકરા મુકેશ અંબાણી અને તેમના પરિવાર સાથે મુંબઈના એન્ટિલિયામાં રહે છે. અંબાણી પરિવારના સૌથી ધનાઢય સભ્ય કોકિલાબેન છે. તેમની પાસે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના 0.24 ટકા એટલે 1,57,41,322 શેર છે. શેરના વર્તમાન ભાવ પ્રમાણે તેની કુલ સંપત્તિ 18,000 કરોડ રુપિયાથી વધુ છે.

તબિયત બગડવાથી પરિવાર ચિંતામાં
અંબાણી પરિવાર હંમેશા પોતાની પરંપરા અને પારિવારિક સંબંધોને લઈ ચર્ચામાં રહે છે, ચાહે એમાં લગ્ન હોય કે કોઈ ઈવેન્ટ કે પછી ધાર્મિક કાર્યક્રમ. કોકિલાબેન અચૂક ભાગ લેતા હોય છે ત્યારે અત્યારે તેમની તબિયત બગડવાને કારણે અંબાણી પરિવાર ચિંતામાં આવી ગયો છે, જ્યારે પરિવારના શુભચિંતકો સહિત ચાહકોએ પણ તેમના તબિયત સુધરે એના માટે પ્રાર્થના કરી રહ્યા છે.

મેડિકલ નિષ્ણાતોનું શું માનવું છે
કોકિલાબેનને નબળાઈ, થાક અને સંતુલન બગડવા જેવા સમસ્યાનો સામનો કરી રહ્યા હોવાનું કહેવાય છે. મેડિક્લ નિષ્ણાતના જણાવ્યાનુસાર વધતી ઉંમરને લઈ સામાન્ય વ્યક્તિનું શરીર નબળું પડે છે. 91 વર્ષની ઉંમરમાં કોઈ પણ વૃદ્ધને રોજિંદી કામગીરી કરવાનું પણ મુશ્કેલ રહે છે.

ક્યારેક એક કરતા અનેક પ્રકારની બીમારી પણ જોખમ પણ ઊભું કરી શકે છે.
વૃદ્ધોમાં ખાસ કરીને ઓસ્ટિયોપોરોસિસની સમસ્યા રહે છે. આ બીમારીને કારણે હાડકા પાતળા થવા અને નબળા બને છે. વધતી ઉંમરને લઈ હોર્મોનલમાં બદલાવ, કેલ્શિયમ અને વિટામીન ડીની ઉણપ વર્તાય છે. આ ઉંમરમાં સામાન્ય ઘટાડો કે ઈજા પહોંચવાથી પણ જોખમ ઊભું થઈ શકે છે.

આ પણ વાંચો…અંબાણી પરિવારના આ સભ્યની તબિયત બગડતાં પરિવાર ચિંતામાં, એરપોર્ટ પર સ્પોટ થયો પરિવાર…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button