કેબિનેટની બેઠક પહેલાં કોકાટેની અજિત પવાર સાથે મુલાકાત: સસ્પેન્સ વધુ ઘેરું બન્યું | મુંબઈ સમાચાર

કેબિનેટની બેઠક પહેલાં કોકાટેની અજિત પવાર સાથે મુલાકાત: સસ્પેન્સ વધુ ઘેરું બન્યું

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વિવાદાસ્પદ નિવેદનોને કારણે વિપક્ષની ટીકાનો સામનો કરી રહેલા કૃષિ પ્રધાન માણિકરાવ કોકાટેએ મંગળવારે નાયબ મુખ્ય પ્રધાન અને એનસીપીના વડા અજિત પવારને મળ્યા હતા.

અજિત પવાર તેમનાથી નારાજ હોવાનું માનવામાં આવે છે અને તેમણે કોકાટેને સમર્થનની કોઈ ખાતરી આપી ન હતી, એવો દાવો માહિતી આપનારા સૂત્રોએ કર્યો હતો.

ખેડૂતો માટે તેમની વાંધાજનક ટિપ્પણીને કારણે મહાયુતિ સરકાર અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ને ખેડૂત સમુદાયની નારાજગી બાદ અજિત પવારે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી અને ત્યાર બાદ કોકાટેએ પોતાના નિવેદનો બદલ દિલગીરી વ્યક્ત કરી હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે, કોકાટે તેમની પુત્રી સાથે સવારે મંત્રાલય પહોંચ્યા હતા અને કેબિનેટની બેઠક પહેલા સીધા પવારની કચેરીમાં દોડી ગયા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર, 15 મિનિટ લાંબી આ બેઠક ખાસ્સી તણાવપૂર્ણ હતી, પવારે કોકાટે દ્વારા કરવામાં આવતી વારંવારની ભૂલો પર ભારે નારાજગી વ્યક્ત કરી હોવાના અહેવાલ છે.

સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે કોકાટેએ તેમના તાજેતરના કાર્યો બદલ દિલગીરી વ્યક્ત કરી છે અને પવારને ખાતરી આપી છે કે આવી ઘટનાઓનું પુનરાવર્તન નહીં થાય.

જોકે, પવારે સમર્થનનું કોઈ આશ્ર્વાસન આપ્યું ન હતું, એમ પણ તેમણે જણાવ્યું હતું.

બેઠક પછી કોકાટેએ પત્રકારો સાથે વાત કરવાનું ટાળ્યું હતું અને સીધા કેબિનેટની બેઠકમાં ગયા હતા, જેનાથી એવી અટકળોને વેગ મળ્યો કે તેમના પદ પર નિર્ણય લેવામાં થોડો સમય લગાવવામાં આવી શકે છે.

દરમિયાન, નાસિકના ખેડૂતોનું એક પ્રતિનિધિમંડળ દિવસના પ્રારંભે અજિત પવારને મળ્યું હતું અને કોકાટેને કેબિનેટમાં જાળવી રાખવા વિનંતી કરી હતી, એમ પણ જાણવા મળ્યું છે.

કોકાટેએ ખેડૂતો પર સબસિડીનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો, તેમને ભિખારી કહ્યા હતા અને તેમની કેબિનેટને ‘ઉજ્જડ ખેતરોના સ્વામી’ ગણાવી હતી.

તાજેતરનો વિવાદ ચોમાસા સત્ર દરમિયાન રાજ્ય વિધાનસભામાં કોકાટે તેમના મોબાઇલ ફોન પર પત્તાની રમત રમતા દર્શાવતા એક વીડિયોથી ઉભો થયો હતો.

વિવાદ શાંત થયો એ પહેલાં તેમણે ખેડૂતો બાબતની તેમની ભૂતકાળની ટિપ્પણીઓ પર સ્પષ્ટતા કરવાનો પ્રયાસ કરતી વખતે સરકારને ‘ભિખારી’ ગણાવીને વધુ એક વિવાદ ઉભો કર્યો હતો.

આપણ વાંચો:  કેબિનેટ પ્રધાન વિરુદ્ધ રાજ્યપ્રધાનના વિવાદમાં ફડણવીસની એન્ટ્રી, તેમણે કોનો પક્ષ લીધો?

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »
Back to top button