આવતા મહિને ત્રણ બહેનોનાં લગ્ન લેવાયા હતા ને એકનો એક ભાઈ બન્યો અકસ્માતનો ભોગ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ માત્ર મોટા શહેરો નહીં, પરંતુ નાના ગામ-તાલુકાઓમાં પણ રોડ એક્સિડેન્ટ વધી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં ગુરુવારે બે બાળકના અકસ્માતમાં મોત નિપજ્યા હતા ત્યારે કોડીનારના વડનગર ગામનો 28 વર્ષીય યુવક નિરવ સોલંકીએ પણ અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો. નિરવ પિતા સાથે સોમનાથ ગયો હતો અને પોતાની કારમાં એકલો જેતપુર જઈ રહ્યો હતો.
જેતપુર ખાતે તે નોકરી કરતો હતો. દરમિયાન કેશોદ પાસે તે વૃક્ષોને પાણી પિવડાવતા ટેન્કર સાથે અથડાતા તેનું મોત નિપજ્યું હતું.
આ પણ વાચો : ઉત્તરાયણમાં ચાઈનીઝ દોરી બની જીવલેણઃ દેશમાં એક જ દિવસમાં ચાર લોકોના મોત
નિરવની ત્રણ બહેન છે અને ત્રણેયના એક સાથે આવતા મહિને લગ્ન નિર્ધારિત કરવામાં આવ્યા હતા. ઘરમાં શુભ પ્રસંગોની તૈયારી થઈ હતી અને એકનો એક દીકરો કાળનો કોળિયો બની જતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. હૉસ્પિટલે પિતા અને પરિવારનું હૈયાફાટ રૂદન સૌની આંખમાં ઝળઝળિયા લાવનારું હોવાનું અહીં હાજર સૌ કોઈએ જણાવ્યું હતું.



