મુંબઈમાં લોકલ ટ્રેનની સર્વિસ વધારવાના આ પ્રસ્તાવને જાણી લો, મંજૂર થાય તો શું થાય? | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

મુંબઈમાં લોકલ ટ્રેનની સર્વિસ વધારવાના આ પ્રસ્તાવને જાણી લો, મંજૂર થાય તો શું થાય?

યોજના અમલમાં મુકાય તો લાંબા અંતરની ટ્રેનના પ્રવાસીઓની હાલાકીમાં વધારો થશે

મુંબઈઃ મધ્ય રેલવેના ઉપનગરીય રૂટ પર પ્રવાસીઓને ટ્રેનમાં વિલંબ, વિક્ષેપો અને ભીડને કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આના ઉકેલ તરીકે લોકલ ટ્રેનોની સંખ્યા વધારવાની માંગ થઈ રહી છે, પરંતુ ટ્રેનની સર્વિસ વધારવા માટે કંઈક વિચિત્ર પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. પ્રસ્તાવ મુજબ જો લોકલ ટ્રેનની સર્વિસમાં વધારો કરવો હોય તો રેલવેએ એક છેડાથી બીજા છેડા (એટલે ડાયરેક્ટ નહીં) સુધી સતત ટ્રેન ચલાવવાને બદલે ટ્રેનોને અલગ-અલગ વિભાગો (સેક્શન)માં વિભાજિત કરીને દોડાવી શકાય છે, જે પ્રસ્તાવ અંગે અનેક સવાલો કરવામાં આવી રહ્યા છે.

પ્રસ્તાવિત યોજના મુજબ જો કોઈ પ્રવાસી સીએસએમટીથી કર્જત કે કસારા જવા માંગે છે તો તેણે થાણે ઉતરીને થાણેથી કલ્યાણ પછી કલ્યાણથી કર્જત અથવા કલ્યાણથી કસારા ટ્રેન બદલવી પડશે. એકંદરે, આ એક એવો કિસ્સો છે જ્યાં રોગ કરતાં ઈલાજ વધુ ખરાબ છે. આ યોજના પ્રમાણે ટ્રેનની સર્વિસમાં તો વધારો થઈ શકે છે, પણ લોંગ ડિસ્ટન્સના પ્રવાસીઓને અવરજવર કરવામાં હાલાકી પડી શકે છે. ઉપરાંત, પૈસાનો ખર્ચ પણ વધી શકે છે.

લોકલ ટ્રેનોની ફ્રિક્વન્સી વધારવાના વિકલ્પનું સૂચન

મધ્ય રેલવેના મુંબઈ ડિવિઝનના ભૂતપૂર્વ ડિવિઝનલ રેલવે મેનેજર રજનીશ ગોયલે હાલની લોકલ ટ્રેનોમાં 45 ટકાનો વધારો કરવાના ઉદ્દેશ્ય સાથે આ અભ્યાસ અહેવાલ રજૂ કર્યો છે. આનો મુખ્ય ભાગ રેલવે કામગીરીમાં પરિવર્તન છે. આ માટે મેટ્રો રેલવેના ઓપરેશનને ધ્યાનમાં રાખવામાં આવ્યો છે. પ્રસ્તાવિત રિપોર્ટમાં લોકલ ટ્રેનોની ફ્રિક્વન્સી વધારવાના વિકલ્પો સૂચવવામાં આવ્યા છે. તે મુજબ, સીએસએમટી-થાણે, થાણે-કલ્યાણ, કલ્યાણ-કસારા, કલ્યાણ-કર્જત અને કરજત-ખોપોલી જેવા ધીમા રૂટ પર અલગ વિભાગો હોવા જોઈએ.

સીએસએમટી-કલ્યાણ ફક્ત એક જ સેક્શન હશે

ફાસ્ટ રૂટ પર સીએસએમટી-કલ્યાણ ફક્ત એક જ સેક્શન હશે. ટ્રાન્સ હાર્બરમાં થાણે/કલવા-વાશી/નેરુલ અને સીએસએમટી-પનવેલ માટે, પુનર્ગઠનનું સૂચન કરવામાં આવ્યું છે. આ રૂટ પર અલગ ટ્રેનો, લોકોપાયલોટ, સમયપત્રક અને સમર્પિત લોકો પાઇલોટ તેમ જ ટ્રેન મેનેજર હશે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે જો આમાંથી કોઈ પણ વિભાગ નિષ્ફળ જાય તો તેની અન્ય વિભાગો પર કોઈ અસર થશે નહીં.

મેટ્રોના માફક ચલાવાય તો ટ્રેનની ફ્રિકવન્સીમાં વધારો થાય

અભ્યાસમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે જો ઉપનગરીય રેલવેને મેટ્રોની જેમ ચલાવવામાં આવે તો લગભગ ૧,૧૪૧ લોકલ ટ્રિપ ઉમેરી શકાશે. આ સૂચન પર જો અમલ કરવામાં આવે તો લાંબા અંતરથી પ્રવાસ કરનારા લોકોની દશા માઠી થઇ જાય તેમ છે. પ્રવાસીઓ આવી કોઈ યોજનાનો ચોક્કસ વિરોધ કરશે. હાલમાં, મધ્ય રેલ્વે પર દરરોજ ૧,૮૧૦ ટ્રેનો દોડે છે. જો આને અલગ અલગ વિભાગોમાં વિભાજીત કરવામાં આવે તો ટ્રેનોની સંખ્યા ૨,૫૨૯ થશે.

આ પણ વાંચો…વરસાદ અને ગૂડ્સ ટ્રેન ડિરેલમેન્ટ: મુંબઈ લોકલ ટ્રેન સેવા પ્રભાવિત, યાત્રીઓ પરેશાન

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button