આમચી મુંબઈમહારાષ્ટ્ર

બહુમાળી ઈમારતોમાં આગને ઝડપથી બુજાવવા માટે ફાયરબ્રિગેડની સૌથી મોટી યોજના જાણો?

મુંબઈ: મુંબઈમાં ગયા અનેક વર્ષોથી બહુમાળી ઇમારતોની સંખ્યામાં વધારો થવાની સાથે ઇમારતમાં આગ લાગવાની ઘટનામાં પણ વધારો થઈ રહ્યો છે. બહુમાળી ઇમારતમાં આગ બુજાવવા માટે અગ્નિશમન દળમાં રોબોટ્સની સંખ્યા વધારવાની સાથે ડ્રોનની ખરીદવાની યોજના મુંબઈ મહાપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવી છે.

આ સાથે શહેરના સમુદ્ર કિનારા, ચોપાટીમાં ડૂબી જતાં વ્યક્તિઓને બચાવવા માટે રોબોટિક લાઈફસેવિંગ બોઈસ, બેટરી ઓપરેટેડ સ્મોક એકઝોસ્ટ એન્ડ બ્લોવેર્સની ખરીદી અગ્નિશમન દળને વધુ મજબૂત બનાવવા માટે નાણાકીય વર્ષ 2024-25ના બજેટમાંથી 232 કરોડ રૂપિયાની ભલામણ પાલિકાએ કરી છે.

મુંબઈમાં ગગનચુંબી ઇમારતોના ટોપ ફ્લોર પર લાગેલી આગને ઓલવવા માટે પાણીનો ઉપયોગ કરવામાં અનેક વખત મુશ્કેલી આવે છે. 50 મીટર કરતાં ઊંચી ઇમારતમાં લાગેલી આગ પર કાબૂ મેળવવા માટે ડ્રોનનો ઉપયોગ કરવો એ વધુ સુરક્ષિત અને સરળ હોવાની સાથે આગ ઓલવવા દરમિયાન થતી જાનહાનિને પણ ટાળી શકાય છે. આ કારણને લીધે પાલિકા ડ્રોન ખરીદીના પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે. આ પહેલા પણ અનેક કંપની દ્વારા ડ્રોનનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો.

50 મીટર કરતાં વધુ ઊંચી ઇમારતમાં લાગેલી આગને પાણીથી ઓલવવામાં હજી સુધી સફળતા મળી નથી. આગની ઘટનામાં વધારાને લીધે જુદા જુદા લેવલની આગ, ઇમારત ધરાશાયી થવી વગેરે ઘટનામાં રેસ્ક્યું ઓપેરેશન ચલાવવાં માટે અગ્નિશમન દળના જવાનોને તાલીમ આપવામાં આવે છે, એવી માહિતી એક અધિકારીએ આપી હતી તેમ જ તાલીમ આપવા માટે અત્યાધુનિક સિમ્યુલેશન પ્રોસેસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેથી જવાનોને ઘટનાસ્થળે મદદ અને બચાવકાર્ય કરવામાં સરળતા મળી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ શ્રેષ્ઠ હવાની ગુણવત્તાવાળા ભારતીય શહેરો ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર!

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker