આમચી મુંબઈમહારાષ્ટ્ર

‘ગેટવે’ નજીકના ‘મરીના પ્રોજેકટ’ અંગે જાણી લો મહત્ત્વની અપડેટ્સ…

મુંબઈ: મુંબઈના જાણીતા ટૂરિસ્ટ લોકેશન ગેટ વે ઓફ ઈન્ડિયાના નજીક ખાનગી જહાજો અને બોટના ટ્રાફિકને ઘટાડવા માટે તૈયાર થનારા ‘મરીના પ્રોજેકટ’નું કામકાજ મુંબઈ પોર્ટ ટ્રસ્ટ (બીપીટી) દ્વારા શરૂ કરવામાં આવશે. ગેટ વે ઓફ ઈન્ડિયા આ પ્રોજેકટને બનાવવા માટે છેલ્લા અનેક વર્ષોથી પ્રોજેકટનું કામ અટકી પડ્યું હતું, પણ હવે ટૂંક સમયમાં માઝગામ નજીક પ્રિન્સેસ ડોક ખાતે જહાજો માટે પાર્કિંગની સુવિધા કરવા માટે પહેલા જાહેર કરવામાં આવેલા ટેન્ડરમાં બદલાવ કરી ફરીથી નવા ટેન્ડરો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં પ્રોજેકટમાં કમર્શિયલ એરિયાને બમણો કરી કોન્ટ્રાક્ટરને આ કામ હાથ ધરવા માટે આકર્ષિત કરવામાં આવ્યા હતા.

પ્રિન્સેસ ડોક ખાતે જહાજોનું પાર્કિંગ નિર્માણ કરવા માટે અનેક વખત ટેન્ડર જાહેર કર્યા છતાં કોન્ટ્રાક્ટર્સ તરફથી કોઈ રિસ્પોન્સ ન મળતા ટેન્ડરમાં કમર્શિયલ એરિયાને બમણો કરવામાં આવ્યો હતો. આ બદલાવ બાબતે એક અધિકારીએ જણાવ્યું હતું કે આ પ્રોજેકટ માટે જે પહેલા ટેન્ડર જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં એક હેક્ટર વિસ્તારમાં બાંધકામ કરવાની પરવાનગી આપી હતી, જેને વધારીને બે હેક્ટર કરવામાં આવી છે. જોકે આ વધારો કરીને પણ કોઈ કોન્ટ્રાક્ટર ન મળતા બીપીટીએ આ કામને પોતે જ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

‘મરીના પ્રોજેકટ’ને પૂર્ણ કરવા માટે બીપીટી દ્વારા નવો પ્લાન બનાવવામાં આવ્યો છે. આ પ્લેનની એક રેમોડલ તૈયાર કરીને નવા કન્સલ્ટન્ટની નિમણૂક કરવામાં આવશે, જેથી વર્ષોથી વિલંબિત પ્રોજેકટને પૂર્ણ કરવાનો કોઈ નવો માર્ગ નીકળશે. તેના પછી આ પ્રોજેકટના પ્રસ્તાવને દિલ્હીમાં મંજૂરી માટે મોકલવામાં આવશે, એવી માહિતી અધિકારીએ આપી હતી.
મરીના પ્રોજેકટ હેઠક પ્રિન્સેસ ડોકના નજીક 9.02 હેક્ટર જેટલી પર 300 જેટલી યોટ માટે પાર્કિંગ સ્પોટનું નિર્માણ કરવામાં આવશે અને આ જગ્યાએ બોટ અને જહાજોનું રેપેરિંગની પણ સેવા પૂરી પાડવામાં આવશે તેમ જ પ્રોજેકટના વિસ્તારમાં પેટ્રોલ પંપ સાથે હોટેલનું પણ નિર્માણ કરવામાં આવશે, જેથી મુસાફરોને સારી સુવિધા મળશે.

મુંબઈમાં 250 કરતાં વધુ ખાનગી યોટ છે, પણ તેની માટે પાર્કિંગની વ્યવસ્થા નહીં હોવાથી ગેટ વે ઓફ ઈન્ડિયાની નજીક હાલ પૂરતા પાર્કિંગ કરવામાં આવે છે. જેને લીધે ગેટ વેના પરિસરમાં પ્રદૂષણને લીધે વિસ્તારની સુંદરતાને પણ અસર થઈ છે. આ તાત્પૂરતી પાર્કિંગને ચોમાસા દરમિયાન અલિબાગમાં શિફ્ટ કરવામાં આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
શ્રેષ્ઠ હવાની ગુણવત્તાવાળા ભારતીય શહેરો ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર!

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker