આમચી મુંબઈ

મ્હાડામાં ઓનલાઈન અરજી કરતા પહેલા વાંચી લો મહત્ત્વની વાતો, છેતરાશો નહીં…

મુંબઈ: મ્હાડા દ્વારા મુંબઈમાં વિવિધ પ્રકલ્પોમાં ૨૦૩૦ ઘર માટેની લોટરી બહાર પાડી છે. મ્હાડાની લોટરીને મળતા સારા પ્રતિસાદને ધ્યાનમાં રાખીને સાયબર ચોરોએ હવે મ્હાડાની વેબસાઇટ જેવી જ બનાવટી અનધિકૃત વેબસાઇટ શરૂ કરી છે અને તેના દ્વારા નાગરિકોની છેતરપિંડી કરાઇ રહી છે. આ બાબત ધ્યાનમાં આવતા મ્હાડા તરફથી બાન્દ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) ખાતેની સાયબર પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.

અસામાજિક તત્ત્વો દ્વારા મ્હાડાની https://mhada.gov.in જેવી અધિકૃત વેબસાઇટ જેવી જ બનાવટી વેબસાઇટ mhada.org બનાવી હતી. આ વેબસાઇટનું હોમ પેજ, સરનામું તથા પહેલા પાના પરના સંકેત સ્થળોની રચના મ્હાડાના અધિકૃત સંકેત સ્થળો જેવી જ છે. ફક્ત આ બનાવટી વેબસાઇટ પર અરજી ન કરતા ડાઇરેક્ટ પેમેન્ટ કરવાનો પર્યાય ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. મ્હાડાના ઘર અપાવવાનું આશ્વાસન આપીને ઘણા લોકોને લિંક મોકલાવીને તેમની પાસેથી પૈસા પણ પડાવવામાં આવ્યા છે.

મૂળ વેબસાઇટ આ રીતે ઓળખવી
મ્હાડાની ઓનલાઇન લોટરી માટે IHLMS. 2.0 ઓનલાઇન પદ્ધતિ વાપરવામાં આવે છે. આ પ્રક્રિયા ઘણી સરળ, સુરક્ષિત છે અને સંપૂર્ણ રીતે ઓનલાઇન છે જેમાં કોઇ પણ વ્યક્તિ દ્વારા હસ્તક્ષેપ કરાતો નથી.
લોટરી સિસ્ટમમાં અરજી કર્યા બાદ અરજદારનું પ્રોફાઇલ તૈયાર કરવામાં આવે છે જેમાં દસ્તાવેજને અપલોડ કરવામાં આવે છે. અરજી ભર્યા પછી જ અનામત રકમ ભરવા માટેનો પર્યાય ઉપલબ્ધ થાય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહેલી સવારે બદામ આ રીતે ખાશો તો… હિંદુ પરિવારમાં જન્મી, પણ છે આ અભિનેત્રી મુસ્લિમ સામે ઊભા હોવ તો પણ દૂધ ઉભરાઈ જાય છે? ફોલો કરો આ સિમ્પલ ટિપ્સ… આજે પવિત્ર શ્રાવણ મહિનાનો શઁકર ભગવાનનો પ્રિય સોમવાર છે