આમચી મુંબઈશેર બજાર

જાણો.. Ketan Parekh એ શેરબજારમાં કરેલું ફ્રન્ટ રનિંગ સ્કેમ, કેવી રીતે થતું હતું ઓપરેટ…

મુંબઇ : દેશમાં શેરબજારમાં પર નિયંત્રણ રાખતી સંસ્થાએ સેબીએ એક ફ્રન્ટ રનિંગ સ્કેમનો ખુલાસો કર્યો છે. જેમાં કેતન પારેખ( Ketan Parekh)સિંગાપુર સ્થિત સ્ટોક ટ્રેડર રોહિત સલગાંવકર અને અન્ય લોકો તેમા સામેલ્ હતા.આ સ્કેમમાં કેતન પારેખ અને સિંગાપુરના ટ્રેડર રોહિત સલગાંવકર વર્ષ 2000 માં જેલ પણ જઇ ચૂક્યા છે. તેમજ બંને પર 14 વર્ષ સુધી સિક્યોરીટી માર્કેટમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે.

આ પણ વાંચો : કોસ્ટલ રોડ પર બે ફાયર સ્ટેશન અને 70 સ્થળોએ સ્પીડ કેમેરા

કેતન પારેખનું ઈન્ટેલિજન્સ નેટવર્ક શોધી કાઢવામાં આવ્યું હતું

જોકે, આ સમગ્ર સ્કેમ શેરબજારનો ઓપરેટર કેતન પારેખ આંતરિક માહિતીથી શેરબજારમાં હેરાફેરી કરતો હતો. સેબીને આ વાતની જાણ થતાં જ તેણે આખી સિસ્ટમને એલર્ટ મોડ પર મૂકી દીધી. કેતન પારેખના નેટવર્ક શોધી કાઢવામાં આવ્યું હતું અને પુરાવા હાથમાં આવતાની સાથે જ કેતન પારેખ પર શેરબજારમાં કોઈપણ પ્રકારની ભાગીદારી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.તેમજ તેની પાસેથી 65 કરોડ 77 લાખ રૂપિયાની ગેરકાયદે કમાણી પણ જપ્ત કરવામાં આવી હતી. તમામ સંબંધિત શંકાસ્પદ બેંક ખાતાઓ પણ ફ્રીઝ કરવામાં આવ્યા હત.

રોહિત સલગાંવકર પર પણ ટ્રેડિંગ કરવા પર પ્રતિબંધ મૂક્યો

2 જાન્યુઆરીએ સેબીના ખુલાસાથી શેરબજારમાં ચાલતા ફ્રન્ટ રનિંગ સ્કેમ પ્રકાશમાં આવ્યું છે. વર્ષ 2000માં શેર કૌભાંડ બાદ કેતન પારેખ લાંબા સમય સુધી જેલમાં હતો. તેની પર 14 વર્ષ સુધી શેરબજારમાં ટ્રેડિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સેબીએ તેના 2 જાન્યુઆરીના આદેશમાં સિંગાપોર સ્થિત સ્ટોક ટ્રેડર રોહિત સલગાંવકર પર પણ ટ્રેડિંગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે.

કેતન પારેખ આ રીતે ફ્રન્ટ રનિંગ કૌભાંડ આચરતો હતો

સેબીએ જાહેર કરેલા 188 પાનાના આદેશમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકા સ્થિત એક મોટા ફંડ હાઉસના વેપારીઓ ભારતીય શેરબજારમાં ટ્રેડિંગ માટે રોહિત સલગાંવકરની સલાહ લેતા હતા. તે લોકોએ રોહિત સલગાંવકર સાથે ઘણી ગોપનીય માહિતી પણ શેર કરી હતી.

રોહિત સલગાંવકર આ માહિતી કેતન પારેખને મોકલતો હતો. કેતન પારેખ આ માહિતીનો ઉપયોગ કોઈ કાઉન્ટર પાર્ટી માટે કરીને પૈસા કમાવતો હતો. આ માટે તેણે ફ્રન્ટ રનર નેટવર્ક બનાવ્યું હતું, જેમાં શેર બ્રોકર્સ અથવા તેમના કર્મચારીઓ શામેલ હતા. જે સામાન્ય રીતે શેર ખરીદવા અથવા વેચવાની યોજના બનાવતા હતા.

આ પણ વાંચો : પ્રદૂષણ મુદ્દે હવે થાણેમાં પાલિકા આક્રમકઃ 39 બિલ્ડરોને કારણદર્શક નોટિસ ફટકારી

રોહિત સલગાંવકર દ્વારા મોકલવામાં આવેલી માહિતી ગોપનીય હતી અને તે કોઈપણ જાહેર પ્લેટફોર્મ પર ઉપલબ્ધ નહોતી. આ રીતે આ લોકો કોઈપણ કંપની કે સ્ટોક ટ્રેડરની ગુપ્ત યોજનાઓ અગાઉથી જાણીને અઢળક કમાણી કરતા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button