આમચી મુંબઈ
થાણેનો કાસારવડવલી ફ્લાયઓવર નો આંશિક ભાગ ખુલ્લો મુકાયો…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) દ્વારા થાણેમાં બાંધવામાં આવી રહેલા કાસારવડવલી ફ્લાયઓવરનો પહેલા તબક્કાના ભાગ વાહનવ્યવહાર માટે મંગળવારે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, તેને કારણે મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં ટ્રાફિકમાં આગામી સમયમાં રાહત મળવાની છે.

કાસારવડવલી ફ્લાયઓવર પ્રોજેક્ટના પહેલા તબક્કામાં મંગળવારે મેટ્રો ઈન્ટિગ્રેટેડ ભાગને મંગળવારે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, તેને કારણે થાણેના ગાયમુખથી વાધબીળ દરમ્યાન ટ્રાફિકમાં રાહત મળશે. ઘોડબંદર રોડ પરના પ્રવાસનો સમય ઘટશે.

દરરોજ પ્રવાસ કરનારા નાગરિકો અને સામાનનું વહન કરનારા વાહનોને રાહત મળશે. બ્રિજના પહેલા તબક્કામાં ખુલ્લા મુકવામાં આવેલો ફ્લાયઓવર બે લેનનો છે, તેમાં ટૂ બાય ટૂનો અંડરપાસ છે.