જાણો કેવા લૂકમાં પોતાનો મત નાખવા પહોંચ્યા કરીના કપૂર અને સૈફ અલી ખાન….

મુંબઈ : આજે દેશમાં લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. ત્યારે બોલિવૂડના સિતારાઓની નગરી મુંબઇમાં પણ આજે મતદાનનો માહોલ છે. ત્યારે બોલિવૂડની સેલિબ્રિટીઓ પણ પોતાના ઘરોમાંથી નીકળીને મતદાન કરવા પહોંચ્યા હતા.
લોકસભા ચૂંટણી 2024 ને લઈને આજે મહારાષ્ટ્રના મુંબઇમાં ચાલી રહેલા મતદાનમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ઘણી હસ્તીઓ મતદાન કરી ચૂકી છે. હવે તે યાદીમાં નવાબી કપલ એટલે કે સેફ અલી ખાન (-saif ali khan) અને કરીના કપૂરનું (kareena kapoor) નામ પણ જોડાઈ ગયું છે. હાલમાં જ બંનેએ મુંબઇમાં એક મતદાન મથક પર મતદાન કર્યું હતું.

આ પણ વાંચો : સૈફ અલી ખાને બીજી કોઇ છોકરીને સમજી લીધી કરીના અને હગ કરવા ગયો પછી….
મુંબઈમાં સેફ અલી ખાન તેમની પત્ની કરીના કપૂર સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. જેની તસવીરો સોશિયલ મિડીયામાં વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં કરીના કપૂર અને સૈફ અલી ખાન સાડા લૂકમાં જોવા મળ્યા હતા. કરીનાએ સફેદ કુર્તી અને બ્લૂ ડેનિમ પહેર્યું હતુ અને આંખો પર કાળા ચશ્મા પહેરીને આવી હતી. તો બીજી તરફ સૈફ અલી ખાન કુરતો અને લુઝ પાયજામામાં મતદાન કરવા પહોંચ્યા હતા.