રેસ્ટોરાંમાં ફાયરિંગ બાદ મુંબઈ પોલીસે કપિલ શર્માની સુરક્ષા વધારી…

મુંબઈ: કેનેડામાં કોમેડિયન કપિલ શર્માના કૅફેમાં ફાયરિંગની ઘટના બાદ મુંબઈ પોલીસે તેને સુરક્ષા પૂરી પાડી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
પોલીસે કપિલ શર્માને પૂરતી સુરક્ષા પૂરી પાડી છે અને તેમની સલામતી સુનિશ્ચિત કરી છે, એમ પોલીસ અધિકારીએ સુરક્ષાવ્યવસ્થા વિશે કોઇ વિગતો જાહેર કર્યા વિના જણાવ્યું હતું.
બ્રિટિશ કોલંબિયાના સરે વિસ્તારમાં કપિલ શર્માના તાજેતરમાં ખૂલેલી રેસ્ટોરાં કૅપ્સ કૅફેમાં આઠમી ઑગસ્ટે ગોળીબાર કરવામાં આવ્યો હતો. કૅપ્સ કૅફેમાં ગોળીબારની એક મહિનાથી ઓછા સમયમાં આ બીજી ઘટના હતી.

10 જુલાઇના રોજ પણ આ જ રીતે કપિલ શર્માની રેસ્ટોરાંને ટાર્ગેટ કરવામાં આવી હતી. આ ઘટના બાદ મુંબઈ પોલીસે કપિલ શર્માના ઓશિવરા વિસ્તારમાં આવેલા નિવાસસ્થાનની મુલાકાત લીધી હતી.
છેલ્લા મહિનામાં બે વખત કપિલ શર્મા પર હુમલો કરવામાં આવ્યો છે. ગોળીબારની ઘટના અને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ તરફથી ધમકી મળ્યા પછી પોલીસ એલર્ટ થઈ ગઈ છે. જોકે આ ગોળીબારની જવાબદારી ગોલ્ડી ઢિલ્લો અને લોરેન્સ બિશ્નોઈ ગેંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લીધી હતી.
આ પણ વાંચો…કેનેડામાં કપિલ શર્માના Cap’s Cafe પર ફાયરિંગ: ખાલિસ્તાની આતંકીએ લીધી જવાબદારી, પોલીસ તપાસ શરૂ