કમલા મિલમાં ગેરકાયદે બાંધકામ પર બીએમસીનો હથોડો: બે હૉટલ પર જપ્તીની કાર્યવાહી...

કમલા મિલમાં ગેરકાયદે બાંધકામ પર બીએમસીનો હથોડો: બે હૉટલ પર જપ્તીની કાર્યવાહી…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: લોઅર પરેલમાં આવેલી કમલા મિલ પરિસરમાં ગુુરુવાર, ૩૧ જુલાઈ, ૨૦૨૫ના ગેરકાયદે ઊભી કરવામાં આવેલી સુરક્ષા દીવાલ, શેડ તથા બે હોટલ સામે પાલિકાના જી-દક્ષિણ વોર્ડ, ફાયરબિગ્રેડ, બિલ્ડીંગ એન્ડ ફેકટરી, હેલ્થ તથા અતિક્રમણ નિર્મૂલન વિભાગ દ્વારા સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી હતી.

પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ કમલા મિલ પરિસરમાં રહેલા થિઓબ્રોમા રેસ્ટોરાં, શિવસાગર હૉટલ, નૅનોજ કૅફે, બિરા ટૅપ્રુમ, ફૂડ બાય દેવિકા આ દુકાનોની તપાસ કરવામાં આવી હતી. દરમ્યાન લાઈસન્સનું ઉલ્લંઘન કરવાના પ્રકરણમાં બિરા ટૅપ્રુમ અને ફૂડ બાય દેવિકા આ દુકાન સામે સાર્વજનિક આરોગ્ય વિભાગ દ્વારા જપ્તીની કાર્યવાહી કરવામાં આવી હતી.

તો બીકેટી હાઉસ સામે પાર્કિંગ માટે ગેરકાયદે રીતે ઊભા કરવામાં આવેલી સુરક્ષા દીવાલ સહિત બિરા ટૅપ્રુમ અને ફૂડ બાય દેવિકાએ ખુલ્લી જગ્યામાં ઊભા કરેલા શેડ અને સુરક્ષા દીવાલને તોડી પાડવામાં આવી હતી.

આ પણ વાંચો…શિવાજી પાર્કની ધૂળને સમસ્યાને દૂર કરવા આઈઆઈટીની મદદ લેવાશે: બીએમસી…

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button