શિક્ષકે ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટ સ્કૅમમાં 66 લાખ ગુમાવ્યા…

થાણે: થાણે જિલ્લાના કલ્યાણમાં શાળાના 54 વર્ષના શિક્ષકે ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટ સ્કૅમમાં 66 લાખ રૂપિયા ગુમાવ્યા બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. કલ્યાણ વિસ્તારમાં રહેતા શિક્ષકે કોલસેવાડી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે સુનિતા ચૌધરી નામની મહિલાએ સોશિયલ મીડિયા પર તેની સાથે મિત્રતા કરી હતી. સુનિતાએ આકર્ષક વળતરનું આશ્ર્વાસન આપીને વેબસાઇટ મારફત એક સ્કીમમાં રોકાણ કરવા માટે તેને મનાવી લીધો હતો.
દરમિયાન શિક્ષકે પચાસ દિવસમાં ઉપરોક્ત સ્કીમમાં 66 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. શિક્ષકને વળતર ન મળતાં તેણે આરોપીઓનો સંપર્ક સાધ્યો હતો. જોકે આરોપીઓએ તેને ઉડાઉ જવાબ આપ્યા હતા અને બાદમાં મોબાઇલ સ્વીચઓફ કરી દીધો હતો. પોતે છેતરાયો હોવાનું ધ્યાનમાં આવતાં શિક્ષકે કોલસેવાડી પોલીસનો સંપર્ક સાધી ફરિયાદ નોંધાવી હતી. પોલીસ હવે આઇપી એડ્રેસ અને આરોપીઓના મોબાઇલ લોકેશન ટ્રેસ કરી રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)
આપણ વાંચો : ડિજિટલ અરેસ્ટનો ડર બતાવી 3.56 કરોડ રૂપિયા પડાવ્યા: ભરૂચના ત્રણ સહિત આઠની ધરપકડ…