આમચી મુંબઈ

ચૂંટણીને પગલે કલ્યાણ પોલીસ દ્વારા 2,500થી વધુ પ્રતિબંધાત્મક કાર્યવાહી

થાણે: કલ્યાણ-ડોમ્બિવલી મહાનગરપાલિકાની 15 જાન્યુઆરીએ થનારી ચૂંટણીને ધ્યાનમાં રાખી કલ્યાણ ઝોન-3ની પોલીસ દ્વારા 2,500થી વધુ પ્રતિબંધાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી.

ડેપ્યુટી પોલીસ કમિશનર અતુલ ઝેંડેએ જણાવ્યું હતું કે ચૂંટણીમાં સંભવિત અવરોધ ટાળવા માટે કાયદાની વિવિધ કલમો હેઠળ 2,527 પ્રતિબંધાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. અમારા ઝોનની હદમાંથી લાઈસન્સવાળાં 1,301 શસ્ત્રમાંથી 1,110 જમા કરવામાં આવ્યાં છે અને હજુ 49 શસ્ત્ર પણ ટૂંક સમયમાં જમા કરવામાં આવશે.

આપણ વાચો: જરાંગે-પાટીલની સભા પહેલાં જ બીડ પોલીસ એક્શન મોડમાં: 300 ઉપદ્રવીઓ સામે પ્રતિબંધાત્મક કાર્યવાહી

જમા કરવાનાં બાકી શસ્ત્રો બૅન્કો અને અન્ય એજન્સીઓ સાથે સંકળાયેલાં છે. પોલીસ દ્વારા બે દેશી બનાવટની પિસ્તોલ, બે કારતૂસ, 45 છરા, પાંચ ચોપર અને ત્રણ તલવાર પણ જપ્ત કરવામાં આવી હોવાનું ઝેંડેએ જણાવ્યું હતું.

આ ઉપરાંત 779.57 લિટર ગેરકાયદે દેશી અને વિદેશી શરાબ, 1.78 કિલો ગાંજો અને કોડેન સિરપની 120 બૉટલ જપ્ત કરવામાં આવી હતી. ગેરકાયદે શરાબના વ્યવસાય સાથે કડી ધરાવતા 107 જણને તાબામાં લેવાયા હોવાનું ડીસીપીએ જણાવ્યું હતું.

આપણ વાચો: પુણેમાં પ્રતિબંધાત્મક આદેશનો ભંગ કરનારા સામે પોલીસ કાર્યવાહીની ચીમકી

રોકડ જપ્ત કરવા વિશે અધિકારીએ જણાવ્યું હતું કે કલ્યાણ પૂર્વના કચોરે સ્થિત ગાંવદેવી મંદિર નજીકથી નવ લાખ રૂપિયા જપ્ત કરાયા હતા. રેકોેર્ડ પરના 10 આરોપીને જિલ્લાની બહાર તડીપાર કરવામાં આવ્યા છે અને અનેક લોકો વિરુદ્ધ મહારાષ્ટ્ર પ્રિવેન્શન ઑફ ડેન્જરસ ઍક્ટિવિટીઝ (એમપીડીએ) અને એમસીઓસીએ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોવાનું ઝેંડેએ જણાવ્યું હતું.

ચૂંટણી માટે સલામતીની યંત્રણાના ભાગ રૂપે 24 ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એ સિવાય બે ડીસીપી, આઠ એસીપી, 45 ઈન્સ્પેક્ટર, 293 એપીઆઈ/પીએસઆઈ, 2134 કોન્સ્ટેબલ, 1456 હોમ ગાર્ડ્સ અને એસઆરપીએફના જવાનોની નવ પ્લૅટૂન્સ સુરક્ષાવ્યવસ્થા માટે તહેનાત કરવામાં આવી છે, એવું ઝેંડેએ જણાવ્યું હતું. (પીટીઆઈ)

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button