આમચી મુંબઈ

‘બોસ’ને ખુશ કરવા સોફ્ટવેર એન્જિનિયરે પત્ની પાસે કરી ચોંકાવનારી ડિમાન્ડ, પછી શું થયું?

મુંબઈઃ મહારાષ્ટ્રના કલ્યાણમાં એક ચોંકાવનારી ઘટના જાણવા મળી છે. કલ્યાણમાં ૪૫ વર્ષીય વ્યક્તિએ તેની ૨૮ વર્ષની પત્નીને એક પાર્ટીમાં તેના બોસ સાથે શારીરિક સંબંધ બાંધવા જણાવ્યું હતું. જોકે, પતિની ડિમાન્ડને પત્નીએ માની નહોતી. પત્નીએ એવો આરોપ મૂક્યો હતો કે તેના પતિએ પહેલા તેને તેના પિયરથી ૧૫ લાખ રૂપિયા લાવવા જણાવ્યું હતું અને બાદમાં પાર્ટી દરમિયાન તેના બોસ સાથે શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કર્યું હતું.

એન્જિનિયરની પત્નીએ જ્યારે તેને ના પાડી તો તેના પતિએ તેને માર મારી હતી પછી તેને ટ્રિપલ તલાક આપીને ઘરની બહાર કાઢી મુકી હતી. આ ઘટનાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આરોપી પતિ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

આ પણ વાંચો: પનવેલમાં પત્નીને જીવતી સળગાવવાના કેસમાં ફરાર પતિની 33 વર્ષે ધરપકડ

પ્રાપ્ત માહિતી અનુસાર, છત્રપતિ સંભાજી નગરમાં રહેતી પીડિતાના લગ્ન આ વર્ષે જાન્યુઆરીમાં કલ્યાણમાં રહેતા સોફ્ટવેર એન્જિનિયર સાથે થયા હતા. શરૂઆતના કેટલાક મહિનાઓ બધું બરાબર ચાલ્યા બાદ તેના પતિએ તેને હેરાનપરેશાન કરવાનું શરૂ કર્યું હતું.

આરોપીએ તેને કહ્યું કે હું તારી સાથે રહેવા માંગુ છું, તેથી મારે મારી પહેલી પત્નીને છૂટાછેડા આપવા પડશે અને તેના માટે ૧૫ લાખ રૂપિયાની જરૂર છે. તારા માતા-પિતા પાસેથી ૧૫ લાખ રૂપિયા લઈ આવ, પરંતુ પત્ની પૈસા લાવી નહોતી. એટલું જ નહીં, પતિએ તેની પત્નીને ઓફિસની પાર્ટીમાં તેના બોસ સાથે શારીરિક સંબંધ બાંધવાનું પણ જણાવ્યું હતું. પરંતુ જ્યારે પત્નીએ સ્પષ્ટ ના પાડી તો પતિ ગુસ્સે થઈ ગયો અને તેને માર મારી હતી. ત્યાર પછી તેને ત્રણ વખત તલાક કહીને ઘરમાંથી કાઢી મૂકી હતી.

પીડિતાએ ૧૯ ડિસેમ્બરે સંભાજીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને કેસ નોંધ્યો છે . આ બાબતે સ્થાનિક લોકોમાં રોષનું વાતાવરણ છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે મામલાની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે. ૨૦ ડિસેમ્બરે આ કેસ કલ્યાણના બજારપેઠ પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. વધુ તપાસ બજારપેઠ પોલીસ કરી રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button