આમચી મુંબઈ
કલ્યાણની જેલમાં કેદીની તબિયત લથડી: હોસ્પિટલમાં મૃત્યુ…

થાણે: કલ્યાણની જેલમાં 22 વર્ષના કેદીની તબિયત લથડતાં તેને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. કલ્યાણની આધારવાડી જેલમાં કેદીને રાખવામાં આવ્યો હતો અને 15 એપ્રિલે હોસ્પિટલમાં તેનું મૃત્યુ થયું હતું.
અધિકારીના જણાવ્યા અનુસાર કેદી સુખુવા દુદરાજ રવિદાસ ઝારખંડનો વતની હતો અને જેલની સેલમાં તેને લોહીની ઊલટી થઇ હતી. તેને 14 એપ્રિલે રાતના સારવાર માટે ઉલ્હાસનગરની સેન્ટ્રલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, જ્યાં અમુક કલાક બાદ તેને મૃત જાહેર કરાયો હતો.
સુખવાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યા બાદ એડીઆર દાખલ કરવામાં આવ્યો હતો. કેદીના મૃત્યુ અંગે સ્થાનિક પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)