આમચી મુંબઈ
કલ્યાણની કોલેજમાં નમાઝ પઢવા મુદ્દે હોબાળો: વિદ્યાર્થીઓએ માફી માગી

મુંબઈઃ કલ્યાણની એક કોલેજમાં નમાઝ પઢવાની ચોંકાવનારી ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ ખળભળાટ મચી ગયો હતો. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ વિશ્વ હિન્દુ પરિષદ (વિહિપ), બજરંગ દળ અને અન્ય સંગઠનોના પદાધિકારીઓ કોલેજ દોડી ગયા હતા.
સમગ્ર ઘટના બાદ, વિદ્યાર્થીઓએ વહીવટીતંત્ર અને હાજર કાર્યકરોની માફી પણ માંગી. વહીવટીતંત્રે પણ વિદ્યાર્થીઓ સામે જરૂરી કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું હતું.
આપણ વાચો: UP અને મુંબઇ સહિત અનેક સ્થળોએ નમાઝ બાદ તણાવ; મેરઠમાં ગોળીબાર….
આ મહત્વપૂર્ણ ઘટનામાં, જોકે પોલીસ કોલેજ પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી, પરંતુ કોલેજ પ્રશાસને પોલીસને કોલેજ સ્તરે જ આ મામલો ઉકેલવા દેવા વિનંતી કરી હતી. વિદ્યાર્થીઓની માફી બાદ કોલેજ પ્રશાસન અને પોલીસના હસ્તક્ષેપ બાદ સમગ્ર મામલો થાળે પડ્યો હતો.



