પશ્ચિમ રેલવેમાં જમ્બો બ્લોક: કાંદિવલી-બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇનના કામ માટે 290 ટ્રેન રદ

મુંબઈઃ પશ્ચિમ રેલવેમાં કાંદિવલી અને બોરીવલી સેક્શન વચ્ચે છઠ્ઠી લાઇનનું કામ પૂર્ણ કરવા માટે પશ્ચિમ રેલ્વે 20 ડિસેમ્બરની રાતથી 18 જાન્યુઆરી, 2026 સુધી 30 દિવસનો બ્લોક લઈ રહી છે. આ બ્લોકને કારણે પશ્ચિમ રેલવેની કેટલીક ટ્રેન સેવાઓ પ્રભાવિત થશે, જ્યારે આગામી બે દિવસના નાઈટ બ્લોકને કારણે લગભગ 290 જેટલી રદ રહેશે. ઉપરાંત, અમુક ટ્રેનોને શોર્ટ ટર્મિનેટ કરવામાં આવતા પ્રવાસીઓને મોડી રાત યા વહેલી સવારના ટ્રેનમાં ટ્રાવેલ કરવામાં મુશ્કેલી પડશે.
રેલવેની અખબારી યાદી અનુસાર 13/14 જાન્યુઆરી 2026ની રાતના કાંદિવલી અને મલાડ સ્ટેશનો વચ્ચે પોઈન્ટ 103ને તોડી પાડવા માટે એક મોટો બ્લોક લેવામાં આવશે. આ બ્લોક અપ ફાસ્ટ લાઇન પર રાતના 12 વાગ્યાથી સવારના 05:30 કલાક સુધી અને ડાઉન ફાસ્ટ લાઇન પર રાતના 1:00 કલાકથી સવારના 04:30 કલાક સુધી રહેશે.
આ ઉપરાંત, 14/15 જાન્યુઆરી, 2026 ના રોજ કાંદિવલી અને મલાડ સ્ટેશનો વચ્ચે પોઈન્ટ 102 ને તોડી પાડવા માટે એક મોટો બ્લોક પણ લેવામાં આવશે. આ બ્લોક અપ ફાસ્ટ લાઇન પર 00:00 કલાકથી 05:30 કલાક સુધી અને ડાઉન ફાસ્ટ લાઇન પર 01:00 કલાકથી 04:30 કલાક સુધી રહેશે.
ઉપરોક્ત બ્લોક પાંચમી લાઇનનું સસ્પેન્શન અને ગતિ નિયંત્રણોને કારણે કેટલીક ઉપનગરીય સેવાઓ રદ રહેશે, જ્યારે અપ ફાસ્ટ લાઇન પર કેટલીક મેઇલ/એક્સપ્રેસ ટ્રેન પ્રભાવિત થશે..
શોર્ટ ટર્મિનેટ ટ્રેનમાં આવતીકાલે અને અને 14 જાન્યુઆરીના રોજ ઉપડનારી ટ્રેન નંબર 19426 નંદુરબાર – બોરીવલી એક્સપ્રેસને વસઈ રોડ સુધી ટૂંકાવવામાં આવશે. 2. 13 અને 14 જાન્યુઆરી, 2026ના રોજ ઉપાડનારી ટ્રેન નંબર 19418 અમદાવાદ – બોરીવલી એક્સપ્રેસને વસઈ રોડ સુધી ટૂંકાવવામાં આવશે.
શોર્ટ ઓરીજીનેટ થયેલી ટ્રેન
- 14 અને 15 જાન્યુઆરી, 2026ના ઉપાડનારી ટ્રેન નંબર 19425 બોરીવલી – નંદુરબાર એક્સપ્રેસ વસઈ રોડથી ઉપડશે.
- 14 અને 15 જાન્યુઆરી, 2026ના ઉપડનારી ટ્રેન નંબર 19417 બોરીવલી – અમદાવાદ એક્સપ્રેસ વસઈ રોડથી ઉપડશે.
બ્લોકથી પ્રભાવિત ઉપનગરીય ટ્રેનોની વિગતવાર યાદી પરિશિષ્ટ I અને II માં આપવામાં આવી છે. આ અંગેની વિગતવાર માહિતી સંબંધિત સ્ટેશન માસ્ટર પાસે ઉપલબ્ધ છે. મુસાફરોને ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરીનું આયોજન કરવાની વિનંતી કરવામાં આવી છે.



