ઘાટકોપર જૉલી જિમખાના આયોજિત જેપીએલ ટી-10 ટૂર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ…
મુંબઈઃ ઘાટકોપર જૉલી જિમખાના આયોજિત જેપીએલ ટી-10 ટૂર્નામેન્ટની 14મી સીઝનનું ઉદ્દઘાટન શનિવાર, સાતમી ડિસેમ્બરે સવારે 8.00 વાગ્યે ટ્રસ્ટી પ્રવીણભાઈ પટેલ, મૅનેજિંગ કમિટી મેમ્બર તથા ક્રિકેટ ઇન્ચાર્જ નીશીથભાઈ ગોળવાલા, મૅનેજિંગ કમિટી મેમ્બર સંજયભાઈ મુછાળા, ક્રિકેટ સબ-કમિટીના ક્નવીનર મથુરાદાસ ભાનુશાલી તથા પ્રથમ મૅચની બે ટીમની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. એ સાથે, આ લોકપ્રિય ટી-10 સ્પર્ધાનો ભવ્ય આરંભ થયો હતો.
આ પણ વાંચો : WTC ફાઈનલમાં પ્રવેશ માટે ભારતીય ટીમ પાકિસ્તાન પર નિર્ભર, જાણો નવું સમીકરણ
આ ટૂર્નામેન્ટમાં કુલ 12 ટીમ ભાગ લઈ રહી છે જે માટેની મૅચો 7-8 ડિસેમ્બરે રમાયા બાદ હવે 14-15 ડિસેમ્બરે રમાશે. ફાઇનલ મૅચ 15મી ડિસેમ્બરે સાંજે 4.15 વાગ્યાથી રમાશે અને વિજેતા ટીમને `પર્પલ-જેવીએમ કપ’ એનાયત કરવામાં આવશે.
આ પણ વાંચો : Champions Trophy 2025: ‘હાઈબ્રિડ મોડલ’ માટે પાકિસ્તાન તૈયાર! PCBએ ICC પાસે રાખી આવી શરત
ટૂર્નામેન્ટની સફળતામાં ઘાટકોપર જૉલી જિમખાનાના ચૅરમૅન રજનીકાંત શાહ, મૅનેજિંગ ટ્રસ્ટી મનોજભાઈ અજમેરા, ટ્રસ્ટી-સેક્રેટરી મુકેશભાઈ બદાણી, સેક્રેટરી પરેશભાઈ શાહ, ટ્રસ્ટી ગણ તેમ જ મૅનેજિંગ કમિટીના સભ્યો તરફથી ખૂબ જ મહત્ત્વનું યોગદાન પૂરું પાડવામાં આવ્યું છે.