આમચી મુંબઈમહારાષ્ટ્ર

જે. જે. હૉસ્પિટલ શૂટઆઉટ કેસના આરોપીને પોલીસે 32 વર્ષે ઉત્તર પ્રદેશમાં શોધી કાઢ્યો…

હૉસ્પિટલના બીજા માળે દાખલ અરુણ ગવળીના ગૅન્ગસ્ટરો પર એકે-47માંથી અંધાધૂંધ ગોળીબાર કરાયો હતો: એક ગૅન્ગસ્ટર અને બે પોલીસ કર્મચારી મૃત્યુ પામ્યા હતા

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ
: ચર્ચાસ્પદ જે. જે. હૉસ્પિટલ શૂટઆઉટ કેસમાં ફરાર ગૅન્ગસ્ટર દાઉદ ઈબ્રાહિમ ટોળકીના સભ્યને મુંબઈ પોલીસે છેક 32 વર્ષે ઉત્તર પ્રદેશમાં શોધી કાઢ્યો હતો. દાઉદની બહેન હસીના પારકરના પતિની હત્યાનું વેર વાળવા હૉસ્પિટલના બીજા માળે વૉર્ડમાં દાખલ અરુણ ગવળીના ગૅન્ગસ્ટરો પર એકે-47માંથી અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેમાં એક ગૅન્ગસ્ટર અને બે પોલીસ કર્મચારી મૃત્યુ પામ્યા હતા.

આ પણ વાંચો : અમિતજી- ઋષિ કપૂર- દાઉદ ઈબ્રાહિમ ત્રણ અજબ કિસ્સાનું ગજબ કોકટેલ

ક્રાઈમ બ્રાન્ચના એન્ટી એક્સ્ટોર્શન સેલ (એઈસી)ના અધિકારીઓએ ધરપકડ કરેલા આરોપીની ઓળખ ત્રિભુવન રામપતિ સિંહ તરીકે થઈ હતી. ત્રિભુવન ઉત્તર પ્રદેશમાં પોતાની ઓળખ બદલીને રહેતો હતો. શ્રીકાંત રાય રામપતિ ઉર્ફે પ્રધાનને નામે વસવાટ કરતા આરોપીને મુંબઈ પોલીસ શનિવારે મુંબઈ લાવી હતી. કોર્ટે તેને 25 ઑક્ટોબર સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી.

આ પણ વાંચો : લોરેન્સ બિશ્નોઈ બનવા માંગે છે બીજો દાઉદ! 6 દેશો નેટવર્ક, 700 શૂટર્સ

પોલીસના જણાવ્યા મુજબ 12 સપ્ટેમ્બર, 1992ના રોજ દાઉદના સાગરીતોએ જે. જે. હૉસ્પિટલમાં કરેલા ગોળીબારથી તે સમયે ખાસ્સો હોબાળો મચી ગયો હતો. એ જ વર્ષે ભાગેડુ ગૅન્ગસ્ટર દાઉદ ઈબ્રાહિમના બનેવી ઈબ્રાહિમ પારકર ઉર્ફે ઈબ્રાહિમ લંબુની અરુણ ગવળી ગૅન્ગ દ્વારા હત્યા કરવામાં આવી હતી. બનેવીની હત્યાનો બદલો લેવા દાઉદે તેના સાગરીત સુભાષસિંહ ઠાકુર અને બ્રિજેશ સિંહને આદેશ આપ્યો હતો.

આ પણ વાંચો : શું દાઉદના પગલે ચાલીને મુંબઈમાં પોતાનું નેટવર્ક ઉભું કરવા માંગે છે લૉરેંસ બિશ્નોઈ?

જે. જે. હૉસ્પિટલના બીજા માળના વૉર્ડમાં દાખલ અરુણ ગવળીના ગૅન્ગસ્ટર શૈલેષ હળદણકર અને બિપિન શેરેએ જ ઈબ્રાહિમ લંબુની હત્યા કરી હોવાની શંકા દાઉદને હતી. જખમી હળદણકર અને શેરે હૉસ્પિટલમાં દાખલ હોવાની માહિતી મળતાં સુભાષસિંહ ઠાકુર અને બ્રિજેશ સિંહ તેના સાથીઓ સાથે એકે-47, પિસ્તોલ, રિવોલ્વર અને હાથ બૉમ્બ સાથે જે. જે. હૉસ્પિટલમાં ઘૂસ્યા હતા.

આ પણ વાંચો : દાઉદે એક વખત બાબા સિદ્દીકીને શું આપી હતી ધમકી, જાણો અંડરવર્લ્ડની અજાણી વાત…

પોલીસ સુરક્ષા વચ્ચે રખાયેલા હળદણકર અને શેરે પર દાઉદના માણસોએ એકે-47 રાઈફલમાંથી અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. હૉસ્પિટલમાં ગોળીબારથી દર્દીઓમાં ડર ફેલાયો હતો, જેને કારણે ભાગદોડ પણ મચી હતી. આ પ્રકરણે ભાયખલા પોલીસે ગુનો નોંધ્યો હતો. આ શૂટઆઉટ પ્રકરણે પોલીસે 30થી વધુ આરોપીની ધરપકડ કરી હતી. કોર્ટે આરોપી સુભાષસિંહ ઠાકુરને જનમટીપ અને અન્ય આરોપીઓને પણ સજા ફટકારી હતી.

આ પણ વાંચો : ‘દાઉદ ઈબ્રાહિમ સાથે સંબંધ હોવાનો મને ગર્વ છે’, આગ લગાવશે ભૂતપૂર્વ ક્રિકેટરનું નિવેદન

જોકે શૂટઆઉટ દરમિયાન દાઉદનો સાથી ત્રિભુવન પણ જખમી થયો હતો. જખમી હાલતમાં ફરાર થઈ ગયેલો ત્રિભુવન પોલીસને હાથ લાગ્યો નહોતો. તાજેતરમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળી હતી કે ઉત્તર પ્રદેશના એક ગુનામાં ધરપકડ બાદ મિરઝાપુર સેન્ટ્રલ જેલમાં બંધ શ્રીકાંત જે. જે. હૉસ્પિટલ શૂટઆઉટનો ફરાર આરોપી ત્રિભુવન છે. માહિતીને આધારે પોલીસે પુરાવા એકઠા કર્યા હતા અને પછી વિશેષ ટાડા કોર્ટમાંથી પ્રોડક્શન વૉરન્ટ મેળવી ત્રિભુવનને મુંબઈ લાવવામાં આવ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button