જીતેન્દ્ર આવ્હાડના ભગવાન રામ અંગે વિવાદાસ્પદ બોલ: ભાજપ અને સંત સમાજ દ્વારા ટીકા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કામ ઝડપથી થઇ રહયું છે ત્યારે વિરોધીઓના બેતાલ વક્તવ્યો આવી રહ્યા છે. વિપક્ષના વિધાનસભ્ય જિતેન્દ્ર આવ્હાડે શિરડીમાં પાર્ટીના અભ્યાસ શિબિરમાં પાર્ટી કાર્યકર્તાઓની ભીડને સંબોધિત કરતી વખતે ‘ભગવાન રામ બહુજન અને માંસાહારીઓના રાજા હતા’ એમ કહીને વિવાદ શરૂ કર્યો હતો. “આપણે ઇતિહાસ વાંચતા નથી અને રાજકારણમાં બધું ભૂલી જતા નથી. રામ આપણા જ છે. આપણી વચ્ચેના બહુજન. જેઓ ખોરાક માટે શિકાર કરતા હતા… રામ ક્યારેય શાકાહારી નહોતા, તેઓ માંસાહારી હતા. “જે વ્યક્તિ 14 વર્ષ જંગલમાં રહે છે તે શાકાહારી કેવી રીતે રહી શકે,” એમ તેમણે પૂછ્યું હતું. કરોડો રામ ભક્તોની લાગણીનો અનાદર કરવા બદલ ભાજપે જિતેન્દ્ર આવ્હાડ પર નિશાન સાધ્યું.
દરમિયાન અખિલ ભારતીય સંત સમિતિ ધર્મ સમાજે એનસીપીના શરદ પવાર જૂથના ધારાસભ્ય જિતેન્દ્ર આવ્હાડની નિંદા કરી છે. ભગવાન રામ વિશે વાંધાજનક ટિપ્પણીના કેસમાં અખિલ ભારતીય સંત સમાજ વતી અનિકેત શાસ્ત્રીએ જીતેન્દ્ર આવ્હાડ વિશે નારાજગી વ્યક્ત કરી છે. અખિલ ભારતીય સંત સમિતિ ધર્મ સમાજના મહંત અનિકેત શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, “અખિલ ભારતીય સંત સમિતિ ધર્મ સમાજ જિતેન્દ્ર આવ્હાડની નિંદા કરી રહ્યો છે.
રાજ્ય સરકારે જિતેન્દ્ર આવ્હાડ સામે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. આની માગણી કરતાં તેમણે કહ્યું કે, તેમણે જિતેન્દ્ર આવ્હાડને નાશિક આવવા અને શ્રી પ્રભુ રામચંદ્રના જીવન અને કાર્ય વિશે રૂબરૂ ચર્ચા કરવાનો ખુલ્લો પડકાર પણ આપ્યો છે. મારા નિવેદનો વાસ્તવિક છે – જિતેન્દ્ર આવ્હાડ જિતેન્દ્ર આવ્હાડે કહ્યું કે તેમણે કોઈ વિવાદાસ્પદ વાત નથી કરી. “મારા નિવેદનો વાસ્તવિક હતા. રામને શાકાહારી બનાવવાનો વ્યવસ્થિત પ્રયાસ થઈ રહ્યો છે.