આમચી મુંબઈ

આગ્રીપાડામાં પિસ્તોલ દાખવીને 1.91 કરોડનાં ઘરેણાંની લૂંટ: મુખ્ય આરોપી એમપીથી પકડાયો

મુંબઈ: દક્ષિણ મુંબઈના આગ્રીપાડા વિસ્તારમાં ભરબપોરે ઝવેરીની દુકાનમાં પિસ્તોલની ધાકે 1.91 કરોડનાં ઘરેણાંની લૂંટમાં સંડોવાયેલા મુખ્ય આરોપીને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મધ્ય પ્રદેશથી પકડી પાડ્યો હતો.

મધ્ય પ્રદેશના નિવાડી જિલ્લામાંથી બુધવારે રાતે પકડાયેલા આરોપીની ઓળખ વિનોદ લખન પાલ તરીકે થઇ હતી.
આ કેસની તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને મુખ્ય આરોપી વિશે કેટલીક મહત્ત્વની કડી મળી હતી. આથી પોલીસની ટીમ મધ્ય પ્રદેશ પહોંચી હતી અને નિવાડી જિલ્લામાં ખેતરમાં રાતે રેઇડ પાડીને આરોપી વિનોદ પાલને તાબામાં લીધો હતો. પાલને બાદમાં વધુ તપાસ માટે મુંબઈ લાવવામાં આવ્યો હતો.

ઉત્તર પ્રદેશના રહેવાસી વિનાદ પાલે તેના સાથીદાર સાથે મળીને 29 ડિસેમ્બરે આગ્રીપાડા સ્થિત સાત રસ્તા ખાતે ઝવેરીની દુકાનમાં લૂંટ ચલાવી હતી. તેઓ ગ્રાહકના સ્વાંગમાં દુકાનમાં ગયા હતા અને પિસ્તોલ તથા ચાકુની ધાકે ઝવેરી ભંવરલાલ જૈન તેમ જ તેના કર્મચારી પુરણકુમારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આપણ વાંચો: અંજારમાં સ્ત્રીવેશમાં ઘરમાં ઘૂસીને ચોરે રોકડ સહિત સોનાના દાગીનાની કરી લૂંટ

આરોપીઓએ બાદમાં બંનેનેના હાથ-પગ બાંધી તેમની મારપીટ કરી હતી. પછી દુકાનમાંના ઘરેણાં લૂંટી તેઓ ફરાર થઇ ગયા હતા.

આ ઘટના બાદ ઝવેરીએ આગ્રીપાડા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદને આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસની સમાંતર તપાસ ક્રાઇમ બ્રાન્ચ પણ કરી રહી હતી અને આરોપીને પકડવા પાંચ ટીમ તૈયાર કરાઇ હતી.

પોલીસ ટીમે ઘટનાસ્થળ તથા આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા અને ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કર્યા બાદ આરોપી પાલને મધ્યમાં ટ્રેસ કર્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button