આમચી મુંબઈ

કેન્સરગ્રસ્ત પત્ની છે થોડા મહિનાની મહેમાન… એની સાથે રહેવા માંગું છુ’, તો શું નરેશ ગોયલને મળશે જામીન?

મુંબઇઃ બોમ્બે હાઈકોર્ટે શુક્રવારે જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલની જામીન અરજી પર પોતાનો આદેશ અનામત રાખ્યો હતો. આ કેસની આગામી સુનાવણી 6 મેના રોજ થશે. જસ્ટિસ એનજે જમાદારની બેંચે નિર્દેશ આપ્યો હતો કે ગોયલને 6 મે સુધી ખાનગી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે નહીં. કહેવામાં આવી રહ્યું છે કે તેઓ પણ કેન્સરથી પણ પીડિત છે.

ગોયલ તરફથી હાજર રહેલા એડવોકેટ હરીશ સાલ્વેએ જણાવ્યું હતું કે તેમની સામેના આરોપો ગંભીર હોઈ શકે છે પરંતુ “માનવતાના આધાર પર જામીનની માંગ કરવામાં આવી રહી છે.” ગોયલની પત્ની અનિતા ગોયલ કેન્સરથી પીડિત છે અને સાલ્વેએ દાવો કર્યો છે કે તેમની સારવાર કરી રહેલા ડોકટરોએ જણાવ્યું છએ કે તે હવે કેટલાક મહિનાની જ મહેમાન છે.


સાલ્વેએ કહ્યું હતું કે તેઓ નર્સ (ઘરે પત્ની માટે)રાખી શકે છે, પરંતુ તેમને ભાવનાત્મક સમર્થનની પણ જરૂર છે. હવે નરેશ ગોયલ પોતે બીમાર થઈ ગયા છે અને તેમને પણ કેન્સર થઈ ગયું છે. તેમની તબિયત પણ ખૂબ જ ચિંતાજનક છે. નરેશ ગોયલના વકીલે કહ્યું કે જો કે PMLA એક્ટની કલમ 45 ગમે તેટલી કડક હોય, પરંતુ તેમની માનસિક સ્થિતિ જુઓ. વકીલે કહ્યું કે તેની પત્નીને ડોક્ટરોની સારવાર આપવી અને નર્સની દેખરેખમાં રાખવી તે ઠીક છે, પરંતુ વ્યક્તિની માનસિક સ્થિતિ વિશે પણ વિચારવું જોઈએ.

સાલ્વેએ કોર્ટને જણાવ્યું હતું કે ગોયલની પત્નીની સારવાર ચાલી રહી છે, પરંતુ તેમને સંભાળની જરૂર છે. આ ઉંમરે તે પોતાની સર્જરી કરાવવા અંગે નિર્ણય લઈ શકતા નથી. ગોયલને તેમની પત્ની સાથે 1-3 મહિના રહેવા દો. તેમણે સવાલ કર્યો હતો કે જે વ્યક્તિની પત્ની મૃત્યુ શૈયા પર હોય તેનું માનસિક સ્વાસ્થ્ય કેવું હશે. એ માણસે જીવવાની ઈચ્છા ગુમાવી દીધી છે.


તપાસ એજન્સી ED તરફથી હાજર રહેલા વકીલ હિતેન વેનગાંવકર અને આયુષ કેડિયાએ કહ્યું હતું કે એક તરફ તેઓ કહે છે કે તેઓ તેમની પત્ની સાથે રહેવા માંગે છે અને બીજી તરફ તેઓ કહે છે કે તેમને ડૉક્ટરની સલાહ જોઈએ છે. હાલમાં ગોયલના પત્ની ડોક્ટરોના સુરક્ષિત હાથમાં છે. તેમની પસંદગી પ્રમાણે તેમની કાળજી લેવામાં આવી રહી છે. કોઈ તબીબી નિષ્ણાતે એવો અભિપ્રાય નથી આપ્યો કે તેઓ હોસ્પિટલ છોડીને ઘરે રહેવા માટે યોગ્ય છે.


વેણેગાંવકરે ભારપૂર્વક જણાવ્યું હતું કે EDને ગોયલના હોસ્પિટલમાં દાખલ થવા સામે કોઈ વાંધો નથી. “આજે તેમણે તેમના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવાની અને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર છે. સારવાર માટે તેમની હોસ્પિટલમાં દાખલ થવું જોઈએ. તેમની પત્ની પાસે તમામ પ્રકારની સારવાર ઉપલબ્ધ છે. તે હાલમાં પસંદગીના ડૉક્ટરો સાથે હોસ્પિટલમાં સારવાર લઇ રહી છે.


બંને પક્ષોને સાંભળ્યા પછી, બેન્ચે કહ્યું કે એક સ્વતંત્ર વ્યક્તિ તરીકે તબીબી સારવાર લેવામાં અને ન્યાયિક કસ્ટડીમાં તબીબી સારવાર લેવામાં તફાવત છે. આ કેસની આગામી સુનાવણી હવે છઠ્ઠી મેના રોજ થશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button