આમચી મુંબઈ

Jet Airway’s founder Goyalની હાઈ કોર્ટમાં વચગાળાના જામીન લંબાવવા અરજી

મુંબઈ: તબીબી કારણસર આપવામાં આવેલા બે મહિનાની જામીન મુદત વધારવા માટે જેટ એરવેઝના સ્થાપક (Jet Airway’s founder Naresh Goyal) નરેશ ગોયલે બોમ્બે હાઈ કોર્ટમાં અરજી કરી છે. મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવેલા ગોયલને છઠ્ઠી મેના દિવસે હાઇ કોર્ટે તબીબી કારણસર બે મહિનાના વચગાળાના જામીન મંજૂર કર્યા હતા.

75 વર્ષના ગોયલે એ જામીન અરજીની મુદત વધારી આપવા અરજી કરી છે. અરજીમાં જણાવવામાં આવ્યું છે કે ગોયલનું સ્વાસ્થ્ય નબળું છે અને 16મેના દિવસે કેન્સરની બીમારીને કારણે તેમના પત્નીનું મૃત્યુ થયું હતું. અરજીની સુનાવણી મંગળવારે ન્યાયમૂર્તિ મનીષ પિતળેની એક જજની ખંડપીઠ સમક્ષ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : જેટ એરવેઝના ચેરમેન નરેશ ગોયલને મળ્યા જામીન

ફેબ્રુઆરીમાં હાઈ કોર્ટે જારી કરેલા પરિપત્રને ટાંકી અદાલતે જણાવ્યું હતું કે અગાઉ જે ન્યાયમૂર્તિ સમક્ષ અગાઉની અરજી કરવામાં આવી હતી અને વિચારણા કરવામાં આવી હતી એ જ ખંડપીઠ સમક્ષ આ અરજી રજૂ થવી જોઈએ.

ન્યાયમૂર્તિ મનીષ પિતળેએ હાઈ કોર્ટના રજિસ્ટ્રી ડિપાર્ટમેન્ટને ગોયલની અરજી ગોયલને મેમાં બે મહિનાના વચગાળાના જામીન આપનારા ન્યાયમૂર્તિ એન. જે. જામદારની એક ન્યાયમૂર્તિની ખંડપીઠ સમક્ષ રજૂ કરવાનો નિર્દેશ કર્યો હતો. ગોયલના વકીલો આબાદ પોન્ડા અને અમિત નાઈકે જણાવ્યું હતું કે તેઓ બુધવારે ન્યાયમૂર્તિ જામદાર સમક્ષ અરજી રજૂ કરશે.

મની લોન્ડરિંગ કેસમાં ગોયલની સપ્ટેમ્બર 2023માં ધરપકડ કરવામાં આવી હતી. એ ખટલામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા તેમના પત્ની અનિતા ગોયલ સામે આરોપનામું દાખલ કરવામાં આવતા તેમની ધરપકડ નવેમ્બર 2023માં કરવામાં આવી હતી. જોકે, વિશેષ અદાલતે તેમની ઉંમર અને સ્વાસ્થ્ય કારણસર એ જ દિવસે જામીન મંજૂર કર્યા હતા. 16મેના દિવસે તેમનું અવસાન થયું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button