આમચી મુંબઈ

રાજ્યમાં કાયદો-વ્યવસ્થા જાળવવામાં સરકાર નિષ્ફળઃ જયંત પાટીલે સરકાર પર તાક્યું નિશાન

મુંબઈઃ ત્રીજી માર્ચથી શરૂ થનારા વિધાનસભાના ત્રણ અઠવાડિયાંના બજેટ સત્ર દરમિયાન વિપક્ષ મહાયુતિનો અનેક બાબતે ઘેરો ઘાલશે, એવું મહારાષ્ટ્ર એનસીપી (શરદ પવાર જૂથ)ના વડા જયંત પાટીલે ગુરુવારે જણાવ્યું હતું. રાજ્યની આર્થિક સ્થિતિ સતત કથળી રહી છે અને તેને કારણે મહાયુતિને અનેક પડકારોનો સામનો કરવો પડી શકે એમ છે.

પાટીલે આ અંગે ભારપૂર્વક જણાવ્યું હતું કે રાજ્યના નાણાપ્રધાન અજિત પવાર સરકારની મુખ્ય લાડકી બહેન યોજના માટેનો સંપૂર્ણ ખર્ચ બતાવી શકશે નહીં. આ યોજના હેઠળ અઢી લાખ રૂપિયાથી ઓછી વાર્ષિક કૌટુંબિક આવક ધરાવતી મહિલાઓને મહિનાની સહાય તરીકે 1500 રૂપિયા આપવામાં આવે છે. મહાવિકાસ આઘાડી પાસે ફડણવીસ સરકારે શપથ લીધા પછી અનેક મુદ્દાઓને પ્રકાશિત કરવાની તક છે, એવું તેમણે કહ્યું હતું.

રાજ્ય સરકાર કાયદો અને વ્યવસ્થા જાળવવામાં, યોજનાઓને અમલમાં મૂકવામાં, ખેડૂતોને લગતા મુદ્દાઓને ઉકેલવામાં નિષ્ફળ ગઈ છે. રણનીતિ બનાવવા માટે એમવીએ માર્ચના પહેલા અઠવાડિયામાં મળશે.

અમે વિરોધ પક્ષના નેતા પદ માટે દાવો કરતો પત્ર રજૂ કર્યો નથી, જે અમે કરીશું, રાજ્યના ભૂતપૂર્વ નાણાપ્રધાન પાટીલે ઉમેર્યું હતું. દરમિયાન પાટીલે કહ્યું હતું કે નવેમ્બર વિધાનસભા ચૂંટણી પછી સંખ્યા ઓછી થઈ ગઈ હોવાથી વિપક્ષી રેન્કમાં અશાંતિ આવે તે સ્વાભાવિક છે.

આ પણ વાંચો : ‘શરદ પવાર અમારા નેતા છે’, સંજય રાઉતના બદલાયા સૂર

પાટીલે લડકી બહેન યોજનાનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે શાસક ગઠબંધન ચૂંટણી પહેલાં તેનો ભારે પ્રચાર કરી રહ્યું હતું, પરંતુ હવે લાભાર્થીઓની સંખ્યા ઘટાડવા માટે પાત્રતા માપદંડોની સમીક્ષા કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. તે મતદારોને છેતરે છે. રાજ્ય સરકાર તેના શબ્દ પર પાછા ફરી શકતી નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button