આમચી મુંબઈ

જયા બચ્ચનના ‘ડર્ટી પેન્ટ’ નિવેદનથી પાપારાઝી નારાજ, કહ્યું બચ્ચન પરિવારનો બહિષ્કાર કરીશું…

મુંબઈઃ જયા બચ્ચનનો પાપારાઝી સાથેનો સંબંધ હંમેશા ચર્ચાનો વિષય રહ્યો છે. તાજેતરમાં, એક કાર્યક્રમમાં પીઢ અભિનેત્રીએ જણાવ્યું હતું કે તેનો પાપારાઝી સાથે “જીરો સંબંધ” છે. તેમની ટિપ્પણીઓને કારણે પરિસ્થિતિને વધુ વણસી જેના કારણે ઘણા પ્રખ્યાત પાપારાઝી ફોટોગ્રાફરોએ નારાજગી વ્યક્ત કરી. તેમણે બચ્ચન પરિવારને કવર નહીં કરવાનો પણ નિર્ણય લીધો છે. પાપારાઝીઓનું કહેવું છે કે તેઓ દર રવિવારે અમિતાભ બચ્ચનની તેમના ચાહકો સાથેની મીટિંગને કવર કરે છે. તેઓ એ પણ પ્રશ્ન કરે છે કે તેમના પૌત્ર અગસ્ત્ય નંદાની આગામી ફિલ્મ “21” માટે મીડિયા કવરેજ કોણ કરશે.

પલ્લવ પાલીવાલ, માનવ મંગલાની, વિરલ ભાયાણી અને વરિન્દર ચાવલા જેવા ઉદ્યોગના કેટલાક જાણીતા પાપારાઝી ફોટોગ્રાફરોએ પીઢ અભિનેત્રી જયા બચ્ચનની ‘ડર્ટી પેન્ટ્સ’ ટિપ્પણી બાદ નારાજગી વ્યક્ત કરી છે અને એક આઘાતજનક પગલું ભર્યું છે.

વિરલ ભાયાણીની ટીમના એક સભ્યએ કહ્યું, “અમે ક્યારેય કોઈ સેલિબ્રિટી સાથે દુર્વ્યવહાર કર્યો નથી. અમે જાણીએ છીએ કે અમે શું કરી રહ્યા છીએ; અમે પણ માણસો છીએ.” બીજી તરફ, પલ્લવ પાલીવાલે પ્રશ્ન કર્યો કે જો કોઈ પાપારાઝી નહીં આવે તો તેમના પૌત્ર અગસ્ત્ય નંદાની ફિલ્મ ’21’નું પ્રમોશન કેવી રીતે થશે?

આ પણ વાંચો: જયા બચ્ચનને આ કોના પર ગુસ્સો આવ્યો? વીડિયો થયો વાઈરલ…

આ બાબતે પોતાનો અભિપ્રાય આપતા માનવ મંગલાનીએ જયા બચ્ચન વિશે કહ્યું કે મારી ટીમે તેમના પ્રત્યે ઘણો આદર દર્શાવ્યો, પરંતુ કદાચ તે ડિજિટલ યુગમાં આવ્યા નથી અને કદાચ તેમના બાળકો અને પૌત્રો તેમને શીખવી શકે છે. અન્ય પાપારાઝી વરિન્દર ચાવલાએ કહ્યું કે તેમણે હંમેશા મોટી હસ્તીઓની વિનંતીઓનું સન્માન કર્યું છે.

જયા બચ્ચનને પાપારાઝી સાથેના તેમના સંબંધો વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જવાબ આપ્યો, “આ લોકો કોણ છે? શું તેઓએ આ દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે તાલીમ લીધી છે?” પોતાને મીડિયા પ્રોડક્ટ ગણાવતા તેમણે કહ્યું કે તેના પિતા એક પત્રકાર હતા અને તે તેમના માટે ખૂબ માન ધરાવે છે. જયા બચ્ચને આગળ કહ્યું, ‘પણ આ લોકો જે ડ્રેઇનપાઇપ ટાઇટ્સ, ગંદા પેન્ટ પહેરીને, હાથમાં મોબાઇલ ફોન લઈને બહાર ઊભા રહે છે.

તેઓ વિચારે છે કે તેમની પાસે મોબાઇલ ફોન છે, એટલે તેઓ કોઈનો પણ ફોટો લઈ શકે છે અને તેઓ જે ઈચ્છે તે કહી શકે છે અને તેઓ જે પ્રકારની ટિપ્પણીઓ કરે છે. આ લોકો કેવા પ્રકારના લોકો છે? ક્યાંથી આવ્યા છે? તેમનું શિક્ષણ શું છે? પૃષ્ઠભૂમિ શું છે?’ તેનો જવાબ વાયરલ થયા પછી, પાપારાઝીઓએ આકરી પ્રતિક્રિયા આપી છે અને જયા બચ્ચનના પરિવારનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button