જરાંગેના ઉપવાસ જારીઃ આજે પણ મુંબઈગારાના થશે બેહાલ...
Top Newsઆમચી મુંબઈ

જરાંગેના ઉપવાસ જારીઃ આજે પણ મુંબઈગારાના થશે બેહાલ…

મુંબઈઃ મરાઠા સમાજમાં ઓબીસી આરક્ષણ આપવામાં આવે તે માટે મનોજ જરાંગેએ મુંબઈના આઝાદ મેદાન ખાતે ઉપવાસ કર્યા શરૂ કર્યા છે. ગઈકાલે જરાંગે મોટી સંખ્યામાં સમર્થકો સાથે મુંબઈ આવી પહોંચતા દક્ષિણ મુંબઈ લગભગ બંધ જેવું થઈ ગયું હતું અને ઘરની બહાર નીકળેલા મુંબઈગરાઓ બેહાલ થઈ ગયા હતા.

મનોજ જરાંગેને આ પોલીસે માત્ર 5,000 સમર્થકોને આઝાદ મેદાનમાં જમા કરવાની પરવાનગી આપી છે, પરંતુ મળતી માહિતી અનુસાર સવારથી જ સમર્થકોની ભીડ જમા થઈ ગઈ છે. ગઈકાલે ઈસ્ટર્ન એકપ્રેસ વે, વાશી સહિતના દક્ષિણમુંબઈમાં પ્રવેશ મેળવવાના તમામ રસ્તાઓ બંધ થઈ ગયા હતા.

ટ્રાફિક પોલીસે લોકોને બની શકે તો દક્ષિણ મુંબઈ તરફ ન આવવા જણાવ્યું હતું. જે લોકો કામ માટે નીકળી ગયા હતા તેમણે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સીએસટી અને ચર્ચગેટ સ્ટેશનો પર પણ સમર્થકોએ ધસારો કરતા રોજ પ્રવાસ કરતા મુંબઈના મુસાફરો અટવાયા હતા.

આજે પણ જરાંગેના ઉપવાસ ધરણા ચાલુ છે અને લોકો આઝાદ મેદાન આસપાસ જમા થયા છે. આ સાથે જૈનોની સંવતસરી અને ગણેશોત્સવની પણ ધૂમ છે તો બીજી બાજુ શહેરમાં વરસાદી માહોલ હોવાથી લોકોએ બને તો પ્રવાસ ટાળવો તે જ સલાહભર્યું લાગે છે.

અજિત પવારે આપ્યું જરાંગેને સમર્થન, પણ…
નાયબ મુખ્ય પ્રધાન અજીત પવારે મનોજ જરાંગેના આંદોલનને સમર્થન આપતા જણાવ્યું હતું કે લોકશાહીમાં દરેકને આંદોલન કરવાનો, પોતાની રજૂઆત કરવાનો અધિકાર છે.

જરાંગેની માગણીઓ માટે અમે એક સમિતિ બનાવી છે, જે આ વિષય પણ અભ્યાસ કરી રહી છે. તેમણે જરાંગે અને તેમના સમર્થકોને શાંતિપૂર્વક આંદોલન કરવા અને મુંબઈમાં અવ્યવસ્થા ઊભી ન કરવા પણ અપીલ કરી હતી.

આ પણ વાંચો…જરાંગેને શનિવારે પણ ભૂખ હડતાળ ચાલુ રાખવાની પરવાનગી અપાઈ

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button